ન્યુ દિલ્હી,તા.૮
કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોઇ એવુ ક્ષેત્ર બચ્યુ નથી જે કોરોનાની ઝપેટમાં ન આવ્યુ હોય હાલ તમામ મેચ અને ખેલાડીઓ પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ છે. ક્રિકેટ હોય કે પછી હોકી મોટા ભાગના મેચ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓએ બેંગલુરૂમાં સાઈના નેશનલ સ્પોર્ટસ સેન્ટરમાં યોજાયેલી શિબિરમાં તમામ ખેલાડીઓનો મેચ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મનપ્રીત સિવાય ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જસકરન સિંહ અને ડ્રેગ ફ્લિકર વરૂણ કુમાર કોરોના પોઝિટીવ છે. પાછળથી ખબર પડી કે ગોલકીપર કૃષ્ણા બી. પાઠકને પણ કોરોના થયો છે.
ગોલકીપરનો રિપોર્ટ રાજ્ય સરકારને પાછળથી મળ્યો હતો. જો કે રાષ્ટ્રીય શિબિર તેના નિર્ધારિત કાર્યક્રમમાં જ શરૂ થશે. આ ખેલાડીઓઘરે બ્રેક લીધા બાદ ટીમ સાથે શિબિરમાં પહોંચ્યા હતા. એક મહિનાથી ખેલાડીઓ બ્રેક પર હતા. આ પહેલા લોકડાઉનના કારણે બે મહિનાથી વધારે સમય બેંગલુરૂમાં જીછૈં કેન્દ્રમાં ફસાયા હતા. શિવિરમાં જે ખેલાડીઓ તંદુરસ્ત હળે તેઓ ૨૦ ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવશે. શિબિરમાં ભાગ લે એ પહેલા તમામ ખેલાડીઓએ તેનો રિપોર્ટ કરાવવાનો રહેશે અને ત્યારબાદ જ ખેલાડીઓ ભાગ લઇ શકશે.
પોઝિટીવ આવેલા આ ખેલાડીઓ સાથે તમામ ખેલાડીઓએ મુસાફરી કરી હોવાથી શક્યતા છે કે ઘરથી બેંગલુરૂ આવતા આ વાયરસનો શિકાર થયા હોય. આ તમામ ખેલાડીઓનો રૈપિટ ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યા હતા, મનપ્રીત અને સુરેન્દ્રને પાછળથી લક્ષણો દેખાતા તેમજ સાથે મુસાફરી કરતા ૧૦ બીજા ખેલાડીઓના ગુરૂવારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા જેમાં ૪ ખેલાડીઓ પોઝિટીવ આવ્યા છે.