જેરૂસલેમ,તા.૧૦
ભારતમાંથી ૫ ટન કાર્ગો દવા મોકલવા પર ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ પણ મોદીનો આભાર માની ચૂક્યા છે. મેડિસિનના કન્સાઈનમેન્ટમા કોરનાવાઈરસના સંકટમાંથી બહાર આવવામાં સહાયક એન્ટી મેલેરિયા મેડિસન ક્લોરોક્વિન અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન છે. તેને ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકા, બ્રાઝીલથી લઈને ઈઝરાયલે ભારતની મદદ માંહી હતી. પછીથી મોદીએ વૈશ્વિક મહામારીને ખત્મ કરવા અને માનવતા માટે આ દવાઓને ઉપલબ્ધ કરાવવાનું આશ્વસન આપ્યું હતું. ગુરુવારે સાંજે નેતન્યાહુએ ટિ્‌વટ કર્યું હતું. તેમણે ક્લોરોક્વિન મોકલવા બદલ ઈઝરાયલના તમામ નાગરિકો વતી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. દવાઓ ભરેલું વિમાન મંગળવારે ઈઝરાયલ પહોંચ્યું હતું. ઈઝરાયલે ભારતને ૩ એપ્રિલે ક્લોરોક્વિન અને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું. બાદમાં ભારતે મંગળવારે દવાઓનું કન્સાઈન્સમેન્ટ ઈઝરાયલને ઉપલબ્ધ કરાવ્યું હતું. આ પહેલા ૧૩ માર્ચે પણ ઈઝરાયલે માસ્ક અને બીજી જરૂરી મેડિકલ હેલ્પ માંગી હતી. ઈઝરાયલમાં હાલ ૧૦ હજારથી વધુ કોરોનાવાઈરસના મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ૮૬ લોકોના મોત થયા છે. ૧૨૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે.