(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
માલદીવમાં કટોકટી જાહેર થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિના સહાય માટેના પોકાર પર જવાબ આપતાં ભારતે એવું કહ્યું કે માલદીવ કટોકટીને કારણે ‘ચિંતાતુર’ બન્યાં છે જોકે ભારતે દેશનિકાલ પૂર્વ રાષ્ટ્રપતિની સહાય પોકાર પર હરફ પણ ન ઉચ્ચાર્યો નથી. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી એક બયાન અનુસાર, માલદીવની રાજકીય કટોકટી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલય દ્વારા જારી એક બયાનમાં કહેવાયું કે લોકશાહી અને કાયદાના શાસનની ભાવનાને અનુલક્ષીને માલદીવ સરકારના તમામ તંત્ર માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. માલદીવ સ્થિર, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બને તેવી ભારતની ઈચ્છા છે. માલદીવ કટોકટી પર ભારતનો જવાબ ઝડપી અને આક્રમક રહ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની કટોકટીની જાહેરાત અને લશ્કર દ્વારા દેશનો ટોચના જજની ધરપકડ બાદ દેશમાં ચાલુ રહેલી રાજકીય કટોકટીનો નિવેડો લાવવા માટે સહાય કરવા માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદે આજે ભારતને ઝડપી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમણે ભારતને દૂત તથા લશ્કર મોકલવાની પણ અપીલ કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નાશીદે એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારત સરકાર માલદીવમાં એક દૂત મોકલે તેવી અમે અપીલ કરીએ છીએ જેનું લશ્કરને સમર્થન હોય તથા રાજકીય અટકાયતીઓ સહિત જજોને છોડી મૂકીને તેમને ઘેર પહોંચાડવામાં સહાય કરે. અમે શારીરિક હાજરીનું જણાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી માલદીવમાં ચાલી રહેલી કટોકટીને પગલે દેશમાં ૧૫ દિવસની ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અબ્દુલા યામીનની કટોકટીની જાહેરાત બાદ ચીફ જસ્ટિસ અબ્દુલા સૈયદ અને બીજા જજ અલી હામીદની ધરપકડ કરવામાં આવી છે. વિપક્ષી નેતાઓને સાથ આપનાર પૂર્વ રાષ્ટ્રપતિ મોમૂન અબ્દુલની પણ તેમના ઘેર અટકાયત કરવામાં આવી. આપણે તેમને સત્તા પરથી ઉઠાડી મૂકવાના છે. માલદીવના લોકોને ભારત અને અમેરિકી સરકારને અપીલ કરવાનો કાનૂની હક છે.