(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
ભારત ‘સ્ટાર વોર્સ’ જેવી સિસ્ટમ સાથે એલિટ મિસાઈલ ક્લબમાં સામેલ થયું છે. ભારતે સ્વદેશી બનાવટની ડિફેન્સ સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું ગુરૂવારે સફળ પરીક્ષણ કર્યું. તેમાં સામેથી આવી રહેલી બેલાસ્ટિક મિસાઈલને જમીનથી ૩૦ કિલોમીટર ઊચાઈએ નિશાન બનાવીને ખતમ કરી શકાય છે. ખૂબ જ ઓછી ઊંચાઈએથી આવનાર કોઈ પણ બેલાસ્ટિક મિસાઈલને ખતમ કરી શકે છે. આ વર્ષે સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું આ ત્રીજું પરિક્ષણ હતું. સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલ સામેથી આવી રહેલી બેલાસ્ટિક મિસાઈલને જમીનથી ૩૦ કિલોમીટર ઊચાઈએ નિશાન બનાવીને ખતમ કરી શકે છે. આજના પરિક્ષણમાં સામેથી આવી રહેલી બેલાસ્ટિક મિસાઈલને પૃથ્વના વાતાવરણના ૩૦ કિલોમીટરના દાયરાની અંદર નિશાન બનાવવામાં આવી. સૂત્રોએ કહ્યું કે ફ્લાઈટ મોડમાં ઈન્ટરસેપ્ટરના વિવિધ માનકોને ખાતરી રાખવા માટે આ પરિક્ષણ કરવામાં આવ્યું. ઓરિસ્સાના ચાંદિપુરમાંથી ઈન્ટીગ્રેટેડ મિસાઈલ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવેલી પૃથ્વી મિસાઈલ નિશાન હતું. ખૂબ જ ઓછી ઊંચાઈએથી આવનાર કોઈ પણ બેલાસ્ટિક મિસાઈલને ખતમ કરી શકે છે. આ વર્ષે સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું આ ત્રીજું પરિક્ષણ હતું. સિંગલ સ્ટેજ સોલિડ ઈન્ટરસેપ્ટિક મિસાઈલ અવાજની ગતિ કરતાં પાંચ ગણી ઝડપે પ્રવાસ કરે છે. સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ટરસેપ્ટર મિસાઈલ પોતાનુ મોબાઈલ લોન્ચર, ઈન્ટરસેપ્ટર માટે ડેટાને સલામત કરવા,સ્વતંત્ર ભાળ કાઢવી તથા અત્યાધુનિક રડાર ધરાવે છે. આ વર્ષે સુપરસોનિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું આ ત્રીજું પરિક્ષણ હતું. જો દુશ્મન બેલાસ્ટિક મિસાઈલને નિશાન બનાવે ઉચ્ચ મૂલ્યોવાળા સંસ્થાનોને બચાવવા માટે મિસાઈલનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા બે પરીક્ષણો ૧ માર્ચ અને ૧૧, ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યાં હતા. આ મિસાઈલ હાંસલ કરનાર ભારત ચોથો દેશ બન્યો આ પહેલા અમેરિકા, રશિયા, ઈઝરાઈલ આ મિસાઈલ ધરાવે છે.