પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ઇલેવન જાહેર : સાહા વિકેટકીપર, કે.એલ. રાહુલ બહાર
એડિલેડ, તા.૧૬
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે એડિલેડ ખાતે ૪ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમવામાં આવશે. ઇન્ટરનેશનલ લેવલે ઓસ્ટ્રેલિયાને ડે-નાઈટ ફોર્મેટમાં ટેસ્ટ રમવાનો સૌથી વધુ અનુભવ છે. તે કુલ ૭ પિન્ક બોલ ટેસ્ટ રમ્યું છે અને તમામ જીત્યું છે. તેની સામે ભારત પાસે માત્ર ૧ ડે-નાઈટ ટેસ્ટનો અનુભવ છે, જે તેણે ગયા વર્ષે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. ભારતની આ વિદેશમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે ૯ઃ૩૦ વાગે શરૂ થશે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને વનડે સીરિઝમાં ૨-૧થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે ્-૨૦ સીરિઝ આ જ માર્જિનથી જીતી હતી. તે પછી ઇન્ડિયા-છ અને ઓસ્ટ્રેલિયા-છ વચ્ચેની ત્રણ દિવસીય બંને પ્રેક્ટિસ મેચ ડ્રો રહી. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ૪ મેચોની ટેસ્ટ સીરિયના પહેલી મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડર-ગવાસ્કર ટ્રોફી માટે શ્રેણીમાં વૃદ્ધિમાન સાહાને વિકેટકિપર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે યુવા ખેલાડી પૃથ્વી શોને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવામાં આવશે. કે એલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વિદેશમાં ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ હશે. ટીમ ઈન્ડિયાના બીજા ઓપનર તરીકે પૃથ્વી શો, વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા અને ત્રીજા પેસર તરીકે ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે. ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનારા નવોદિત હનુમા વિહારીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબાદારી મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન સ્પિન તરીકેની જવાદારી અદા કરશે. આવતી કાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયા : વિરાટ કોહલી (કેપ્ટન), પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, મયંક અગ્રવાલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ.
Recent Comments