(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર દગાથી હુમલો કર્યા બાદ ચીન આગળનો રસ્તો વાતચીત દ્વારા ઉકેલવાની સલાહ આપી રહ્યું છે. આજે બન્ને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત થઇ હતી. આ વાતચીતમાં ચીને કહ્યું કે મતભેદોને વાતચીતથી ઉકેલવા જોઇએ. તો આ બેઠક બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, ગલવાનમાં જે થયું તે ચીન દ્વારા પૂર્વ નિયોજિત હતું. તેની ગણતરી તથ્યો બદલવાની હતી.
પૂર્વી લદ્દાખના પેટ્રોલિંગ પોઇન્ટ-૧૪ પર થયેલ લોહિયાળ અથડામણ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે વાતચીત થઈ. આ વાતચીતમાં વાંગે આ વાત પર જોર આપ્યું કે મતભેદોમાંથી બહાર આવવા માટે બન્ને પક્ષોના હાલના તંત્રો દ્વારા વાતચીત અને સમન્વયનો રસ્તો વધુ દુરૂસ્ત કરવો જોઇએ. ન્છઝ્રને લઇને બંને વિદેશમંત્રીએ વાતચીત કરી હતી. જેમાં ચીને કહ્યું કે, ભારત સમગ્ર મુદ્દાની તપાસ કરાવે, આ ઘટના માટે જવાબદાર લોકોને ભારત સજા કરે. ભારત પોતાના સૈનિકો પર નિયંત્રણ રાખવું જોઇએ. બંને દેશ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માંગે છે, બંને દેશની સેનાઓ પાછળ હટી શકે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીનને કહ્યું કે, ભારત અને ચીને પોતાના નેતાઓ દ્વારા પહોંચી ગયેલી મહત્ત્વપૂર્ણ સહમતિનું પાલન કરવું જોઇએ. આ ગલવાનમાં જે થયું તે ચીન દ્વારા પૂર્વ નિયોજિત હતું. તેની ગણતરી તથ્યો બદલવાની હતી.
આ વાતચીતમાં બન્ને પક્ષોના લોહિયાળ સંઘર્ષથી પેદા થયેલ ગંભીર પરિસ્થિતિને પાર લાવવા માટે મિલટ્રી કમાન્ડરો વચ્ચે થયેલી વાતચીતમાં સહમતિ અનુસાર આગળનો રસ્તો નક્કી કરવામાં હા કહી હતી. ધ્યાન રહે કે સોમવારે થયેલી લોહિયાળ ઘર્ષણમાં કર્નલ સંતોષ બાબૂ સહિત ભારતીય સેનાના ૨૦ સૈનિકો શહીદ થયા છે. ત્યારે, ચીનના ૩૫થી વધુ સૈનિકો માર્યા ગયાના સમાચાર આવી રહ્યા છે.
જોકે, ચીની વિદેશ મંત્રી વાતચીત કે જેણે હાલનું તંત્ર વાત કરી રહ્યું છે, જે હેઠળ ૫ મેની પહેલી અથડામણ બાદ બન્ને પક્ષો વચ્ચે અંદાજિત ૧૫મી વખત વાતચીત થઇ. ૬ જૂને લેફ્ટિનેન્ટ જનરલ લેવલની વાતચીતમાં બન્ને દેશ પોતપોતાના સૈનિકોની પાછળ બોલાવીને ડી-એસ્કેલેશનની પ્રક્રિયા શરૂ કરવા રાજી થયા હતા. ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબૂ સોમવારે ગલવાન વેલીમાં તે જ જોવા ગયા હતા કે શું ચીન વાયદા અનુસાર પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યું છે કે નહીં, ત્યારે પીપલ્સ લિબરેશન આર્મી (ઁન્છ)એ તેના પર હુમલો કરી દીધો.