(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાની ભારત પ્રવાસના ત્રીજા તથા છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમનું અહીં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, હસન રોહાનીની નેતાગીરીમાં ભારત અને ઇરાનના સંબંધો વધુ મજબૂત થશે. અમે વધુ કાર્યશીલતા અને વેપાર વધારવા માગીએ છીએ. અમે સાંસ્કૃતિક કરારોને પણ મજબૂત બનાવવા માગીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે, અફઘાનિસ્તાને ચાબહારમાંથી સોનેરી માર્ગ મેેળવ્યો છે અને અમે રેલ લિંકને સમર્થન આપીએ છીએ. ભારત અને ઇરાને મહત્વના નવ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં વીઝાના નિયમો સરળ કરવા તથા મેડીકલ ક્ષેત્રે સહયોગ ઉપરાંત ચાબહાર બંદરના વિકાસનોસમાવેશ થાય છે. હસન રોહાની ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂના ભારત પ્રવાસના એક મહિના બાદ અહીં આવ્યા છે.
આ અંગે ૧૦ મુદ્દા
૧. ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારે ટિ્‌વટ કરી કહ્યં છે કે, વડાપ્રધાન મોદી અને રોહાની વચ્ચે વેપાર, રાકાણ, ઉર્જા, સંયોજકતા, સંરક્ષણ,સલામતી અને પ્રાંતિય મુદ્દાઓ વિશે ચર્ચા થઇ હતી. તેમણે કહ્યું કે આ બેઠક સાંસ્કૃતિક જોડાણ અને સમકાલીન સંદર્ભને આધારે થઇ હતી. દરમિયાન સુષમા સ્વરાજે પણ રોહાની સાથે ફોન પર વાત કરી હતી.
૨. ભારત અને ઇરાન વચ્ચે બમણા ટેક્ષને દૂર કરવા તથા ટેક્ષ ચોરીને રોકવા, પ્રત્યાર્પણ, રાજદ્વારીઓ માટે વીઝા નિયમો હળવા કરવા, બંદરોની લીઝ અને સ્વાસ્થ્ય તથા કૃષિ ક્ષેત્રમાં સહયોગના મુદ્દા મુખ્ય હતા.
૩. બંને દેશો વચ્ચે દક્ષિણ ઇરાનના ચાબહાર ખાતેના શાહીદ બેહેસ્તી બંદર માટે કરાર થયા હતા. તેનો અર્થ એ થયો કે, ઇરાને ૧૮ મહિના માટે બહુઉદ્દેેશીય અને કન્ટેનર ટર્મિનલના ક્ષેત્રનો ભાગ ભાડાપટ્ટા પર બંદરનાવિકાસનાભાગ-૧ના રૂપમાં હાલના બંદરની સુવિધાઓનં સંચાલન પુરૂ કરવાનું હશે.
૪. ભારત અત્યારે ચાબહાર પોર્ટ દ્વારા ઇફઘાનિસ્તાનમાં ૧.૧ મિલિયન ટન અનાજની નિકાસ કરે છે. ૮૫ મિલિયન ડોલરની આ બંદર યોજના ચીન અને પાકિસ્તાનના ગ્વાદર યોજનાથી ફક્ત ૯૦ કિલોમીટર દૂર છે. આ સાથે જ પાકિસ્તાનને બાદ કરતા ભારત હવે ઇરાન અને અફઘાનિસ્તાન સાતે જોડાશે.
૫. બમણા ટેક્ષને ખાળવા તથા ત્રિમાસિક ટેક્ષનીજાળવણી કરવા અંગે પણ બંને દેશો વચ્ચે હસ્તાક્ષર થયા છે. આ કરાર બંને દેશો વચ્ચેના બમણા ટેક્ષને બહાર રાખશે અને રોકાણ તથા સેવાઓને પ્રોત્સાહન મળશે.
૬. ઇરાનના કોઇ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસમાં દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવાના સંકલ્પ સાથે બંને દેશોના સહયોગની ૯ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.
૭. ભારત અને ઇરાને પાકિસ્તાનનું નામ લીધા વિના સંકેતોમાં કહ્યું છે કે, જે દેશ આતંકવાદને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મદદ કરે છે તેની ટીકા થવી જ જોઇએ. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીત બાદ બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, આતંકવાદીઓ અને તેમના સંગઠનોના સુરક્ષિત અડ્ડાઓને દરેક પ્રકારની પહોંચતી મદદ બંધ થવી જોઇએ.
૮. ઇંધણ અને ગેસ સહયોગ પર પણ બંને દેશો વચ્ચે ચર્ચા થઇ હતી. ભારત ઇંધણઅને ગેસ ઇરાનમાંથી આયાત કરે છે પરંતુ ઇરાનના ફરઝાદ ગેસ અને દક્ષિણ ઇરાનના તેલ ક્ષેત્રો સાથે વાતચીત ચાલુ છે જેમાં ભારતે રસ દેખાડ્યો છે.
૯. રોહનીએ હૈદરાબાદમાં જણાવ્યંુ હતું કે, ઇરાન પાસે તેલ અને ગેસનો ભંડાર છે જે તે ભારત સાથે તેના લોકોના વિકાસ તથા સમૃદ્ધી માટે આપવા માગે છે. હસન રોહાની સાથે તેમનું ૨૧ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવ્યું છે જે વિવિધ કરારો કરે તેવી આશા છે.
૧૦. ઇરાનના પ્રમુખ પહેલા હૈજરાબાદ ગયા હતા જ્યાં તેઓ પ્રથમ સાલાર જંગ મ્યુઝિયમ, ગોલકોંડા કિલ્લો અને શાહી કુતુબ મકબરા ગયા હતા. તેઓ હૈદરાબાદમાં બીજી વખત આવ્યા હતા અને વર્ષ ૨૦૧૩માં પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત આવ્યા છે. શિયા નેતા હોવા છતાં તેઓ હૈદરાબાદની મક્કા મસ્જિદમાં ગયા હતા અને મુસ્લિમો વચ્ચે એકતાની હાકલ કરી હતી. તેમણે ૧૭મી સદીમાં બંધાવેલી મસ્જિદમા નમાઝ અદા કરી હતી.