ભારતના પગલાંથી ચીનના રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાકીય
હિતોને નુકસાન પહોંચી રહ્યું છે : ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા
(એજન્સી) બેઇજિંગ, તા. ૩
ચીનના વાણિજ્ય મંત્રાલયે ચીની મોબાઇલ એપ્સ પ્રતિબંધિત કરવાના ભારતના પગલાંનો સખત વિરોધ કર્યો છે. વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારત ચીનના રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાકીય હિતોનો ભંગ કરી રહ્યું છે અને ચીન ભારતને કહેવા માગે છે કે, તે પોતાની આ ભૂલ સુધારે. ભારતે ડેટા સુરક્ષાને ટાંકતા વિશ્વ વિખ્યાત ગેમિંગ એપ પબજી સહિતની મોટાભાગની ચીનની વધુ ૧૧૮ એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. ૧૧૮માંથી મોટાભાગની ચીનની એપ્લીકેશનોમાં બાઇડુ, એપીયુએસ લોન્ચરઅને શાઓમીની શેરવેવ જેવી એપ્લીકેશનો પણ સામેલ છે. ભારત તરફથી ઉઠાવાયેલા પગલાં બાદ ચીન રઘવાયું બન્યું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ભારત સરકારના આ પગલાંનો ભારે વિરોધ કર્યો છે અને તેને પોતાની ભૂલ સુધારવા જણાવ્યું છે. આ પ્રતિબંધ ત્યારે લાદવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા ભારતીય સેનાના ટોચના અધિકારીએ કહ્યું હતું કે, ચીન સાથે જોડાયેલી સરહદો પર ચીની ઘૂસણખોરીના પ્રયાસ અંગે સરકારે માહિતી આપ્યા બાદ મુખ્ય ચાર પર્વતીય ટોચો પર મોટાભાગે સૈન્ય ખડકી દેવાયું છે.
ભારતના મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ અંગે જારી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એપ્લીકેશન જે પર્સનલ ડેટા અને માહિતી યુઝર્સને શેર કરે છે તેમાં દેશની સુરક્ષાને જોખમ રહેલું છે. આ પ્રતિબંધથી ભારતમાં પબજી માટેની ટેન્સન્સ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. પબજી ગેમના ડાઉનલોડમાં ભારત વિશ્વમાં પ્રથમ છે જેની સંખ્યા જેમાં ઇન્સ્ટોલની સંખ્યા આશરે ૧૭૫ મિલિયન છે. લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અત્યાર સુધીમાં ચીનની ૨૨૪ એપ પર પ્રતિબંધ મૂકી ચૂકયું છે. ચીની વાણિજય મંત્રાલયે કહ્યું કે ભારત દ્વારા એપ પર પ્રતિબંધ મૂકવો ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાના હિતોનું ઉલ્લંઘન કરે છે. ચીન તેને લઇ ગંભીરતાપૂર્વક ચિંતિત છે અને પૂરજોરથી વિરોધ કરે છે. આની પહેલાં પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે વધતા તણાવની વચ્ચે ભારતે બુધવારના રોજ પ્રખ્યાત ગેમિંગ એપ ઁેંમ્ય્ સહિત ૧૧૮ બીજી મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ ચીનની કંપનીઓ સાથે જોડાયેલી છે. આની પહેલાં જૂનમાં ભારતે ટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જુલાઇમાં પણ ચીનની સાથે જોડાયેલી ૪૭ એપ પ્રતિબંધિત કરાઇ હતી. આમ અત્યાર સુધીમાં ચીન સાથે જોડાયેલી કુલ ૨૨૪ મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
Recent Comments