જોહાનિસબર્ગ, તા.૯
વિજયના અશ્વમેઘ રથ પર સવાર ભારતીય ટીમ શનિવારે દ.આફ્રિકા વિરૂદ્ધ ચોથી વન-ડે દ્વારા સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવવા ઉતરશે. જ્યારે દ.આફ્રિકાનો ઈરાદો પ્રતિષ્ઠા બચાવવાનો હશે. સિરીઝમાં ૩-૦ની લીડ બનાવ્યા બાદ ભારતને હવે દ.આફ્રિકાની ધરતી પર પ્રથમ વન-ડે સિરીઝ જીતવા માટે ફક્ત વધુ એક વિજયની જરૂર છે. આ પહેલાં ર૦૧૦-૧૧માં ધોનીના નેતૃત્વમાં તેણે ર-૧ની લીડ બનાવી હતી પણ સિરીઝ ૩-રથી હારી ગયું હતું. હવે ચોથી મેચ જીતી ભારત આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન પર પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે. ત્રીજી મેચ બાદ ધવને કહ્યું હતું કે ટીમ દરેક મેચ જીતવા માંગે છે અને ડ્રેસીંગ રૂમમાં આત્મમુગ્ધતાનો માહોલ બિલકુલ નથી. કોહલીએ કહ્યું કે બાકી મેચોમાં પણ ટીમ આક્રમકતા જાળવી રાખશે. કુલદીપ યાદવ અને ચહલે મળીને ૩૦માંથી ર૧ વિકેટ ઝડપી છે અને કોહલીના આત્મવિશ્વાસનું આ પણ કારણ છે.