જાડેજાનું કમબેક : સાહાના સ્થાને પંતનો સમાવેશ, કોહલી-શમીની ગેરહાજરીમાં ભારતીય ટીમની
અગ્નિપરીક્ષા, ભારતીય ટીમમાં ચાર ફેરફાર
મેલબોર્ન, તા.૨૫
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાલથી એટલે ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સીપ કરશે. ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટ મેચોની પ્રથમ ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ૧-૦થી આગળ છે. ત્યારે ભારત બીજી ટેસ્ટમાં મજબૂત દેખાવ કરી સિરીઝમાં વાપસીના પ્રયત્નો કરશે. ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ તરફથી બે ખેલાડી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે. જેમાં પૃથ્વી શોની જગ્યાએ શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મોહમ્મદ શમીની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા તરફથી મયંક અગ્રવાલની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે, ત્યારબાદ ચેતેશ્વર પૂજારા આવશે. તે બાદ કેપ્ટન અજિંક્ય રહાણે બેટિંગમાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડરની જવાબદારી હનુમા વિહારી અને રિષભ પંત પર રહેશે. રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિન પૂછડિંયા બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ પર રહેશે. જ્યારે આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સ્પિનરની ભૂમિકામાં છે.
એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ ડે-નાઇટ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. વિરાટ કોહલી ભારત પરત ફર્યો છે. વિરાટ કોહલી પેટરનીટિ લિવ પર છે. વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં કેપ્ટન્સીપ કરશે જ્યારે ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન છે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી પેટર્નલ લીવ પર બીજી ટેસ્ટ પહેલા ભારત પરત ફર્યો છે, જ્યારે સ્ટાર ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને ઇજા થતાં તે પણ ટીમમાંથી બહાર છે.
Recent Comments