(એજન્સી) તા.૧૬
ભારત-ચીન સરહદે હજુ પણ યુધ્ધવિરામની સ્થિતિ જ પ્રવર્તે છે, પરંતુ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સોમવારે મોડી રાત્રે થયેલી હિંસક ઝપાઝપીમાં ૪૪ વર્ષ બાદ પહેલીવાર સૈનિકોના જીવનું બલિદાન અપાયું હતું. લદ્દાખમાં આવેલી વાસ્તવિક અંખઉશ રેખા ઉપર સોમવારે મોડી રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતનીય લશ્કરના એક અધિકારી અને બે સૈનિકો શહીદ થઇ ગયા હતા.
સરહદ ઉપર બંને દેશો વચ્ચે થયેલા સંઘર્ષમાં છેલ્લા ૧૯૭૫માં ભારતનો એક સૈનિક શહીદ થઇ ગયો હતો. છેલ્લા ૫૩ વર્ષમાં બંને દેશોએ કબીજા ઉપર એક પણ બુલેટનું ફાયરિંગ કર્યું નહોતું. ભારત-ચીને ૧૯૬૭માં સિક્કીમ સેક્ટરમાં એક બીજા ઉપર ફાયરિંગ કર્યું હતું. તે સમયે સિક્કીમ એક નાનું રજવાડું હતું અને ભારતને તેનું રક્ષણ પ્રાપ્ત થયેલું હતું.
સોમવારે બંને દેશોના સૈનિકો વચ્ચે કેવી રીતે હિંસક ઝપાઝપી થઇ તે અંગે ઘમી જુદી જુદી વાતો થઇ રહી છે. એક વાત એવી છે કે ચીનના સૈનિકોએ એવી ફરિયાદ કરી હતી કે તેમના ઘેટા-બકરાનું એક મોટું ટોળુ ચોરાઇ ગયું છે. જો કે આ તો એક બહાનુ છે પરંતુ સાચું કારણ તો ચીનની જમીનનો વિસ્તાર કરવાની યોજના હોવાનં માનવામાં આવે છે.
ચીને અગાઉથી જ તિબેટને હડપ કરી લીધું હતું અને સિક્કીમ ઉપર પણ તેનો ડોળો હતો. બીજી બાજું પંચશીલ કરાર બાદ ૧૯૬૨માં ચીને જે વિશ્વાસઘાત કર્યો હતો તેથી ભારત પણ ચિંતિત હતું. ત્યારબાદ ચીન ભારત ઉપર સતત દબાણ કરતું હતું કે તેણે સિક્કીમમાંથી પોતાનું લશ્કર પાછું ખેચીં લેવું જોઇએ.
છેવટે ભારતના એન્જિનિયરો અને સૈનિકોએ આ સેક્ટરમાં કાંટાળી તારની વાડ બાંધવાનું શરૂ કર્યું હતું કેમ કે ચીને પહેલેથી જ સરહદની પેલે પાર મોટા મોટા ખાડાં ખોદવાનું શરૂ કરી દીધું હતું. વાસ્તવમાં તે ભારતની જમીન પર ખાડાં ખોદી રહ્યું હતું તેથી ભારતીય જવાનોએ તેમને પાછા ખસી જવાની તાકીદ કરી હતી તેમ છતાં તેણે ખોદકામ ચાલું રાખ્યું હતું. ભારતની જમીન પર ચીનના સૈનિકો દ્વારા થઇ રહેલા દબાણની પ્રવૃત્તિને રોકવા ભારતે કાંટાળા તારની વાડ બાંધવાનું શરૂ કર્યું હતું. ભારતે નાથુ લા અ સેબુ લા ઘાટની ફરતે લોખંડના મજબૂત થાંબલા ઉભા કરવાનું શરૂ કર્યું હતું જેનો ચીને વિરોધ કર્યો હતો.
૧૧મી સપ્ટેમ્બરના રોજ ચીનના સૈનિકોની એક મોટી ટુકડી આવીને કાંટાળી વાડ બનાવવાના ભારતના કામનો વિરોધ કર્યો હતો. ભારતીય જવાનોએ પીપલ્સ લિવરેશન આર્મીના પોલિટિકલ કમિશનરની સાથે મારામારી કરી હતી. ત્રણ દિવસ બાદ નાથુ લા ઘાટ પાસે બંને દેશો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. વધુ ત્રણ દિવસ માટે બંને સેનાઓએ એકબીજા ઉપર હેવી શેલિંગ કર્યું હતું. જો કે સપ્ટેમ્બરના અંતે બંને દેશોએ યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. બાકીના બે દિવસ દરમ્યાન શહીદ થયેલા સૈનિકોના શબની આપ-લે થઇ હતી. ત્યારબાદ ઓક્ટોબરના આરંભે જ બંને દેશો વચ્ચે ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ભડકી ઉઠી જેના કારણે બંને પક્ષે ભારે ખુવારી થઇ હતી. ભારતના ૮૦ જવાનો શહીદ થઇ ગયા હતા જ્યારે ચીનના ૩૦૦-૪૦૦ જવાનો માર્યા ગયા હતા અને આ બંને દેશો વચ્ચે થયેલી હિંસક અથડામણોની છેલ્લી ખુવારી હતી, અર્થાત બંને પક્ષે સૈનિકોના મોત નિપજ્યા હતા.

બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ઉડતી નજરે

• વાસ્તવિક અંકુશ રેખા ઉપર બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં બંને પક્ષે સૈનિકોને જીવ ગુમાવવા પડ્યા છે
• ૧૯૭૫ બાદ પહેલી વાર જોવા મળ્યું કે શારીરિક ઝપાઝપીમાં સૈનિકોનાં મોત થયા
• બંને દેશો વચ્ચે છેલ્લે ૧૯૬૭માં સામસામા ફાયરિંગ થયા હતા.