ઇટાનગર, તા.૧૫
રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારે અરુણાચલ પ્રદેશના બુમલા ક્ષેત્રમાં પહોચ્યા છે. તેમણે વાસ્તવિક સરહદ રેખા પર જવાનો સાથે મુલાકાત કરી હતી. સિંહે કહ્યું કે, મને અહીંયા તહેનાત સૈનિકોને મળવા અને ચર્ચા કરવાની તક મળી છે. જવાનોએ મને જણાવ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈ તણાવ નથી.
રક્ષામંત્રી બુમલા ક્ષેત્રમાં બનેલા એક પુલનું પણ ઉદ્ધાટન કરશે. તેમણે કહ્યું કે, અહીંયા(ભારત-ચીન સરહદ પર) આપણે (ભારતીય સેના)અને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી ઘણું સમજી વિચારીને કામ કરી રહી છે.
રાજનાથ ગુરુવારે બે દિવસના પ્રવાસે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. તેમણે તવાંગમાં ૧૧માં મૈત્રી દિવસ સમારોહમાં કહ્યું કે, હું ભરાત-ચીન ક્ષેત્રમાં રહેનારા લોકોને સામાન્ય નાગરિક નહીં પણ રણનીતિક સંપત્તિ માનું છું. મને હજું પણ યાદ છે કે જ્યારે છદ્ગ-૩૨ વિમાન દુર્ઘાટનાગ્રસ્ત થઈ ગયું ત્યારે સ્થાનિક લોકોની મદદથી અમે દુર્ઘટનાસ્થળ વિશે જાણકારી મળી હતી. અરુણાચલ કોરિડોર ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે એક ભૂમિ સેતુનું કામ કરશે જે રોજગારની તકો ઊભી કરશે અને વેપાર અને પર્યટનને વેગ આપશે. રક્ષામંત્રી તરીકે રાજનાથની અરુણચાલપ્રદેશની આ પહેલી મુલાકાત છે.
ભારત-ચીન સરહદ પર રહેનારા લોકો સામાન્ય નાગરિક નથી : રાજનાથ

Recent Comments