અમદાવાદ, તા.૩૦
વર્ષ ર૦ર૦ આશા અને ઉત્તેજનાનું જાદુઈ વર્ષ જેવું લાગતું હતું અને તેણે અચાનક કોરોના નામનું વૈશ્વિક રીસેટ બટન દબાવ્યું છે. લોકોમાં લોકડાઉન પછીનું જીવન કેવું હશે અને આગળનું ભવિષ્ય શું હશે તે અંગે મૂંઝવણનું વાતાવરણ છે. સમાજમાં સકારાત્મકતા અને આશા ફેલાવવાના વચન સાથે, પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઈન્ડિયાએ અર્થપૂર્ણ જાગૃતિ અભિયાન કરવાનું કટિબદ્ધતા દર્શાવ્યું છે.
૩પમા જનસંપર્ક દિવસની ઉજવણી કરવા અને કેટલાક કોવિડ બ્રાન્ડ વોરિયર્સને સન્માનિત કરવા માટે પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે એક ઓનલાઈન સત્રનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં જ પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા લોકડાઉન દરમિયાન જાહેર સંબંધોના વ્યવસાયોની ભૂમિકા વિષય પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી શોભિંત પંત મહેમાન વક્તા તરીકે હતા.
શગુન કોર્પોરેશન, અમદાવાદના સીઈઓ શ્રી અનુપ દવે, જે મંચના પ્રથમ આમંત્રિત બ્રાન્ડ વોરિયર સ્પીકર હતા. કોવિડ વોરિયર કાર્યક્રમના બીજા વક્તા તરીકે, ચિંતન સેલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નીતિન શાહ હતા. પીઆરએસઆઈ વતી નેશનલ પ્રેસિડેન્ટ ડૉ.અજિત પાઠક, શ્રી ઉન્મેશ દીક્ષિત, શ્રી દિલીપ ચૌહાણ, શ્રી આર.કે.સિંઘ, શ્રી સુભોજિત સેન, શ્રી પથિક શાહ, ડૉ.શશિકાંત ભગત કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો અને ભારત જાગેગા કોરોના ભાગેગા કાર્યક્રમ અને પ્રતિયોગિતા વિષયે મીડિયા મિત્રોને માહિતી આપી હતી.