(એજન્સી) નવી દિલ્હી, તા.૬
કોંગ્રેસે દેશની વર્તમાન સ્થિતિ પર મોદી સરકારનો જવાબ માંગ્યો છે. કોંગ્રેસે હાલમાં પાકિસ્તાની અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે તાજેતરમાં બેંગ્કોક ખાતે થયેલી મુલાકાતની વિગતો માંગી છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બંને દેશોના સુરક્ષા સલાહકારો વચ્ચે થયેલી વાતચીત આપણે અંધારામાં છીએ. સરકારે તેની વિગતો આપવી જોઈએ. તેમણે સોપોરમાં આતંકી હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું કે, સરકારે દેશવાસીઓને સરહદી સુરક્ષાની ખાતરી આપવી જોઈએ.
તેમણે કહ્યું કે, આપણે ભારતીય જવાનોને લગાતાર ગુમાવી રહ્યા છીએ. આજે જ જવાનો સોપોરમાં આતંકીઓના નિશાન બન્યા. જે સરકારની નિષ્ફળતા બતાવે છે. ર૬ ડિસેમ્બરે બેંગ્કોકમાં ભારતી સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પાકિસ્તાની સુરક્ષા સલાહકાર નાસીરખાન જાંજુલા વચ્ચે બેઠક થઈ હતી. જે કુલભૂષણ પરિવારની મુલાકાતના આગવા દિવસે યોજાઈ હતી.