(એજન્સી) નવી દિલ્હી,તા.૧૪
રાજસ્થાનના સીમાવર્તી વિસ્તારોમાં મુસ્લિમોની સાથે સાથે હિન્દુ પણ રોઝા રાખે છે. ભારત-પાક. સરહદ નજીકના ગામોમાં હિન્દુ-મુસ્લિમ પરિવારોમાં સમાન રિવાજ અને પરંપરા જોવા મળે છે. બાડમેર અને જેસલમેર જિલ્લામાં મેઘવાલ સમુદાયના લોકોમાં પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખવાની પરંપરા પ્રચલિત છે. સરહદ પારના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રાજપૂત સૂફી પીર પિથોરાની મઝાર શરીફ (દરગાહ) આવેલી છે. જેમનું મેઘવાલ સમુદાય અનુસરણ કરે છે. મેઘવાલ સમુદાયના લોકોના રોઝા હિન્દુ મુસ્લિમ કોમી શાંતિ અને ભાઈચારાને મજબૂત કરતું આવ્યું છે. જણાવી દઈએ કે રોઝા રાખવાની આ પરંપરા શરણાર્થી હિન્દુઓમાં સામાન્ય છે. શરણાર્થી હિન્દુ ૧૯૬પ અને ૧૯૭૧ના યુદ્ધો દરમ્યાન સરહદ પારથી આવીને બોર્ડરના આજુબાજુના ગામોમાં વસ્યા હતા. આ તમામ લોકો સંપૂર્ણ પરંપરા મુજબ રોઝા રાખે છે.