(એજન્સી) નવી દિલ્હી, તા.ર
કેનેડામાં દલિત કાર્યકર્તાઓએ સોમવારે બીજી એપ્રિલના રોજ ભારત બંધના આયોજકોના સમર્થનમાં રવિવારે પહેલી એપ્રિલે સરેના હોલેન્ડ પાર્કમાં એક રેલી યોજી હતી. આ બંધને ભારતમાં કોર્ટના નિર્દેશો વિરૂદ્ધ “ફોજદારી કાયદો પુનર્લેખન કરવાના પ્રયાસો” માટે કરવામાં આવ્યો હતો. હોલેન્ડ પાર્કની રેલીમાં બે ડઝનથી વધુ લોકો જોડાયા હતા. અને કેનેડાની આંબેડકર ઈન્ટરનેશનલ સોશિયલ રિફોર્મ ઓર્ગેનાઈઝેશનની બહાર બધા લોકો ભેગા થયા હતા. તાજેતરમાં જ AISRO દ્વાર ભારતમાં સત્તારૂઢ પાર્ટી ભાજપા વિરૂદ્ધ દલિતો પર અત્યાચાર મામલે અવાજ ઉઠાવ્યો હતો. રવિવારે યોજાયેલ રેલીનો હેતુ દલિતો પર અત્યાચારોને રોકવા અને દલિતોના કાયદો બદલવાના વિરોધમાં કરવામાં આવ્યો હતો.
દલિતોએ મોટાપ્રમાણમાં ઉગ્ર વિરોધ અને ર૦ પ્રગતિશીલ વર્ગો વિરૂદ્ધ અત્યાચાર અધિનિયમનો દુરૂપયોગ કરવા બદલ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ એક્ટ અંતર્ગત તત્કાળ ધરપકડ ન કરવાના આદેશ આપ્યા આ ઉપરાંત SC/ST એક્ટ અંતર્ગત નોંધવામાં આવનાર કેસમાં આગોતરા જામીન આપવાની જોગવાઈને પણ મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, આ કાયદાના અંતર્ગત નોંધવામાં આવેલ કેસમાં ઓટોમેટિક ધરપકડ કરવાને બદલે પોલીસે સાત દિવસની અંદર તપાસ પૂરી કરી લેવી જોઈએ અને ત્યારબાદ પગલાં ભરવમાં આવે. સરકારી અધિકારીની ધરપકડ અપોઈટિંગ ઓથોરિટીની મંજૂરી વગર ન કરવામાં આવે. જ્યારે બિનસરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપીની મંજૂરી જરૂર રહેશે.
ર૧ માર્ચે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ (SC/ST એક્ટ ૧૯૮૯) હેઠળ દાખલ થયેલા મામલાઓમાં તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેનેડાની રેલીમાં પ્રદર્શનકારીઓએ ભાજપ અને કટ્ટર હિન્દુવાદી સંગઠન RSS વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને ભારત બંધને સમર્થન આપ્યું હતું. તેમણે ભારતમાં ભાજપ સરકારની સત્તામાં દલિતો પર થઈ રહેલ અત્યાચારોની પણ નિંદા કરી હતી. રેલીના પ્રવક્તા અને AISROના સહ-સંસ્થાપક રશપાલસિંઘ ભારદ્વાજે, રતન, પોંલ અને સુરેન્દ્રસિંહ સંઘુ સાથે ભારતીય બુદ્ધિગઠપ સોસાયટીના નેતા અવતાર ગીલ, ગુરપીતસિંહ અને પરસોત્તમ ડોસાઝ પણ રેલીમાં જોડાયા હતા.
સોમવરે દલિતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. દલિતોના નેતાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણય મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ચર્ચા કરી હતી અને તેમણે દિલ્હી, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન સાથે સાથે ઓડિશા, બિહાર અને ઉત્તરપ્રદેશમાં લેખિતમાં વિરોધ પ્રદર્શન કરવાની અરજી આપી હતી.