(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ચુસ્ત સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવ્યો હોવા છતાં પણ રાજપૂત જૂથોએ યુપી અને રાજસ્થાનમાં ફિલ્મના વિરોધમાં ઉગ્ર દેખાવ કર્યો. ભારત ભરમાં ‘પદ્માવત’ રીલિઝ,કરણી સેનાના સભ્યોએ રસ્તા ચક્કાજામ કર્યાં તથા રેલીઓનું આયોજન કર્યું. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પ્રદર્શનકારીઓ સાથે મંત્રણા કરવાનું સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે ચાર રાજ્યોની સામે પગલાં ભરવાની અરજી પર સુનાવણી કરવામાં આવશે. કોર્ટનો આદેશ હોવા છતાં પણ આ રાજ્યો પદ્માવતને રીલિઝ કરાવી શક્યા નથી. સોમવારે આ કેસની સુનાવણી છે. હરિયાણાના ગુડગાંવમાં સ્કૂલ બસ પર હુમલો કરનાર ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
૧૦ મુદ્દાઓ
૧. રાજસ્થાન અને યુપીમાં દેખાવો યોજાયા. ઉદેપુરમાં પ્રદર્શનકારીઓએ દુકાનોને બંધ રાખવાની ફરજ પાડી. એક પ્રદર્શનકારીએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. ઉત્તરાખંડના ઋષિકેશમાં પણ પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
૨. આગરા, મુગલસરાય સહિત યુપીના વિસ્તારોમાં કરણી સેનાના સભ્યોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટોચના પોલીસ અધિકારીઓને આદેશ આપીને ફિલ્મનું શાંતિપૂર્ણ રીલિઝ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું.
૩. પદ્માવત પર સુપ્રીમ કોર્ટની અવમાનના કરનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણાની સામે કાર્યવાહી કરાવની માંગણીએ સુપ્રીમ કોર્ટમાં એક પીટિશન દાખલ કરવામાં આવી. કરણી સેનાનીસામે પણ અવમાનના કેસ દાખલ કરવાની બીજી એક અરજી દાખલ કરવામાં આવી.
૪. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે પદ્માવતની શાંતિપૂર્ણ રીલિઝની જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે પ્રદર્શનકારીઓ સાથે સંવાદ સાધવાનું સૂચન કર્યું.
૫. રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું. જયપુર અને ઉદયપુરમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ પ્રદર્શનકારી બાઈકો લઈને ખોફ ફેલાવવા નીકળ્યાં હતા. બિહારના દરભંગામાં પણ પ્રદર્શનની કેટલીક ખબરો આવી હતી.
૬. ૫. હરિયાણા અને પંજાબમાં સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ થિયેટરોની અંદર અને આસપાસ કડક સુરક્ષાના બંદોબસ્તની વચ્ચે પદમાવત રીલિઝ કરવામાં આવી. ફિલ્મને સારો પ્રતિસાદ સાંપડ્યો.
૭. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ગુરૂગ્રામની સ્કૂલ બસ પરના હુમલાનો વખોડ્યો. સાથે તેમણે કહ્યું કે કેટલીક વાતનો કાગનો વાઘ કરવામાં આવ્યો છે.
૮. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મોદી સરકાર એનડીએ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી શકવામાં નિષ્ફળ નીવડી છે.
૯. પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સિનેમાહોલની બહાર પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત હોવા છતાં પણ એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.
૧૦. લખનઉમાં પણ કરણી સેનાના સભ્યોએ આ ફિલ્મના વિરોધ માટે ગાંધીવાદી માર્ગ અપનાવ્યો. કરણી સેનાના લોકોએ નોવેલ્ટી સિનેમા હોલની બહાર લોકોને ગુલાબ આપ્યું અને ફિલ્મ ન જોવાની અપીલ કરી.
૧૦. દેશમાં ૭૫ ટકા મલ્ટિપ્લેક્ષ માલિકોનું પ્રતિનિધિત્વ કરનાર મલ્ટિપ્લેક્ષ એસોશિએશન ઓફ ઈન્ડીયાએ કહ્યું કે ચાર રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાના માહોલ સારો ન હોવાને કારણે પદ્માવત રીલિઝ નહીં થાય.
પદ્માવત : રીલિઝના વિરોધમાં કરણી સેનાનો ઉત્પાત, તલવારો લહેરાવી, ચક્કાજામ કર્યો
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ચાર રાજ્યોને બાદ કરતાં દેશભરના સિનેમાઘરોમાં પદ્માવતને કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રીલિઝ કરી દેવામાં આવી પરંતુ ફિલ્મ પર વિરોધ વંટોળ યથાવત છે. ગુજરાત, બિહાર, રાજસ્થાન અને જયપુરમાં ફિલ્મ રીલિઝ ન થઈ હોવા છતાં પણ કરણી સેનાએ જોરદાર ઉત્પાત મચાવ્યો હતો. ગુજરાતના આણંદ જિલ્લામાં હાઈવે પર ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો. જયપુર અને ઉદયપુરમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ પ્રદર્શનકારી બાઈકો લઈને ખોફ ફેલાવવા નીકળ્યાં હતા. બિહારના દરભંગામાં પણ પ્રદર્શનની કેટલીક ખબરો આવી હતી. પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સિનેમાહોલની બહાર પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત હોવા છતાં પણ એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. અલ્હાબાદમાં પદ્માવતને ન રીલિઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સીતાપુરમાં સિનેમાહોલના માલિકની મારઝૂડ બાદ ફિલ્મનું પ્રસારણ બંધ કરી દેવલામાં આવ્યું. દેશભરમાં કરણી સેના હિંસાત્મક પ્રદર્શન કરી રહી છે તો લખનઉમાં પણ કરણી સેનાના સભ્યોએ આ ફિલ્મના વિરોધ માટે ગાંધીવાદી માર્ગ અપનાવ્યો. કરણી સેનાના લોકોએ નોવેલ્ટી સિનેમા હોલની બહાર લોકોને ગુલાબ આપ્યું અને ફિલ્મ ન જોવાની અપીલ કરી. તેની સાથે ટીકિટ ખરીદનાર લોકોને પોતાના ખિસ્સામાંથી પૈસા પરત આપવાની ઓફર કરવામાં આવી. હૈદરાબાદમાં પણ સુરક્ષા વ્યવસ્થાના કડક બંદોબસ્ત રહ્યો. મુંબઈના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમા કરણી સેનાના ૧૦૦ કરતાં પણ વધારે સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે કહ્યું હતું કે મુંબઈમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે. જનજીવન સામાન્ય છે.
હરિયાણા અને પંજાબમાં પદ્માવત રીલિઝ, સારો પ્રતિસાદ સાંપડ્યા
(એજન્સી) ચંદિગઢ, તા. ૨૫
હરિયાણા અને પંજાબમાં સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ થિયેટરોની અંદર અને આસપાસ કડક સુરક્ષાના બંદોબસ્તની વચ્ચે પદમાવત રીલિઝ કરવામાં આવી. ફિલ્મને સારો પ્રતિસાદ સાંપડ્યો હોવાની પણ ખબર છે.દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને હરિયાણા અને પંજાબ પોલીસ કોઈ કોર કસર છોડવા માંગતી નથી. રાજ્યના મહત્વના સિનેમાઘરોની આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જેને પગલે પદ્માવત સારી રીતે રીલિઝ થઈ શકી. લોકોએ પણ તેને મુક્તમને નિહાળી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણા સરકારે પદમાવત પર પ્રતિબંધ મૂકી દીધો હતો પરંતુ સુપ્રીમની આકરી ફટકાર બાદ રાજ્ય સરકારે ફિલ્મ પ્રદર્શનની તૈયારી દર્શાવી હતી.
ભાજપે ઘૃણા અને હિંસા દ્વારા દેશમાં
આગ લગાડી : રાહુલ ગાંધી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ગુરૂગ્રામમાં સ્કૂલ બસ પર થયેલા પથ્થરમારાની ઘટના પર વડાપ્રધાન મોદી પર તીખો હુમલો કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો સવાલ ઉઠાવ્યો કે ભાજપ ઘૃણા અને હિંસાના માધ્યમ દ્વારા દેશમાં આગ લગાવી રહી છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે બાળકોની સામે હિંસા આચરવાનું કોઈ કારણ નથી. સોશીયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી. મોદીએ દાવોસમાં દુનિયાને મેક ઈન ઈન્ડીયાનું આમંત્રણ આપ્યું, પરંતુ દેશમાં કેન્દ્ર-રાજ્ય સરકારો ગૂંડાઓ આગળ ઘૂંટણીયે પડી, તે દુનિયાને નથી દેખાતું ? રાહુલે કહ્યું કે હિંસા અને નફરત કાયર અને નબળાનું હથિયાર છે. ભાજપ હિંસા અને નફરત દ્વારા દેશમાં આગ લગાડી રહી છે. અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયાએ પણ આ ઘટનાને વખોડી. ઉપમુખ્યમંત્રી સિસોદીયાએ કહ્યું કે તમારી પાર્ટીના લોકો પાવર ઓફ પથ્થર દ્વારા શાળાના બાળકોનુ માથું ફોડી રહ્યાં છે. તેમની આ હરકતે વાલીઓને ઊંઘ હરામ કરી મૂકી છે. જેમના બાળકો શાળામાં ભણે છે તેમને આખી રાત ઊંઘ નહીં આવી હોય. તેમણે કહ્યું કે વડાપ્રધાન હવે તો કંઈક કરો. પ્રકાશ રાજે કહ્યું કે કરણી સેનાના શાળાના બસ પરના હુમલામાં મારા દેશના બાળકો ભયથી ફફડી રહ્યાં, રડી રહ્યાં છે. ચૂંટાયેલી સરકારની ક્યાં નજરે છે. વિપક્ષ રાજદ્વારી રીતે પ્રતિક્રિયા આપે છે આવતી કે આપણા બાળકોની સલામતી પર વેપલો માંડવાની તમને બધાને શરમ નથી આવતી. ગુરૂગ્રામની સ્કૂલ બસ પર હુમલો કરનાર ૧૮ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી. છત્રસાલ સ્ટેડિયમમાં ગુરુવારે બાળકોને સંબોધિત કરતાં કેજરીવાલે કહ્યું કે દેશ માટે આ ઘટના ડૂબી મરવા જેવી છે. બાળકો પર હુમલો જોઈને હું આખી રાત ઊંઘી શક્યો નહોતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટના દેશ માટે ડૂબી મરવા જેવી છે. તેમણે ઉમેર્યું કે શું ભગવાન રામે કદી પણ કહ્યું હતું કે માસૂમો પર પથ્થરમારો કરવો જોઈએ.
Recent Comments