કોઆલાલમ્પુર, તા.૨૮
અનુભવી ગોલકીપર સવિતાને મલેશિયાના પ્રવાસ પર જનારી ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. ભારત અને મલેશિયાની વચ્ચે ૫ મેચની સીરિઝ ૪ એપ્રિલે શરૂ થશે. નિયમિત કેપ્ટન રાની રામપાલ ઇન્જરીમાંથી બહાર આવી નથી. આ ૮ દિવસના પ્રવાસ માટે ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા વાઇસ કેપ્ટન છે.
ટીમમાં રજની ઇતિમારપૂ, સવિતા, સલીમા ટેટે, સુનીતા લાકડા, દીપ ગ્રેસ એક્કા, રીના ખોકર, રશ્મિલા મિંજ, સુશીલા ચાનૂ પુખરમબમ, મોનિકા, કરિશ્મા યાદવ, નિક્કી પ્રધાન, નેહા ગોયલ, લિલિમા મિંજ, જ્યોતિ, વંદના કટારિયા, લાલરેમસિયામી, નવજોત અને નવનીત કૌરનો સમાવેશ કરવામાં આવ્યો છે.