(એજન્સી) વોશિગ્ટન, તા. ૨૦
ભારતીયો માટે વધુ એક માઠા સમાચાર છે. અમેરિકામાં પહેલા આઈટી નોકરીઓ અને હવે કોલ સેન્ટરની નોકરીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકી સંસદ કોંગ્રેસમાં એક સાંસદ દ્વારા બીલ રજૂ કરવામાં આવ્યું છે જે હેઠળ વિદેશમાં કોલ સેન્ટરની નોકરી કરતાં કર્મચારીઓએ પોતાનું લોકેશન દેખાડવું પડશે અને ગ્રાહકોને અધિકાર આપવો પડશે કે તેઓ અમેરિકામાં સર્વિસ એજન્ટને કોલ ટ્રાસન્ફર કરવાનું જણાવે. ઓહિયોના સેનેટર શરોડ બ્રાઉન વતી રજૂ કરવામાં આવેલા આ બીલમાં એ કંપનીઓની એક જાહેર યાદી કરવાનો પ્રસ્તાવ છે જે કોલ સેન્ટરની નોકરીઓનું આઉટસોર્સ કરી શકે છે. સાથે તેમાં તે કંપનીઓને ફેડરલ કરારોમાં પ્રાથમિકતા આપવાની પણ જોગવાઈ છે જેમણે આ નોકરીઓ વિદેશમાં નથી મોકલી. આ બીલમાં અમેરિકી ગ્રાહકોને તેમના કોલ અમેરિકામાં બેઠેલા કસ્ટમર સર્વિસ એજન્ટને ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. સેનેટર બ્રાઉને કહ્યું કે અમેરિકી વ્યાપાર અને કર નીતિ તેમને માટે લાંબા સમય સુધી કોર્પોરેટ બિઝનેશ મોડલને પ્રોત્સાહન આપતી રહી છે જેણે ઓહિયોમાં સંચાલન બંધ કરી દીધું, જેને અમેરિકી કર્મચારીઓ ના ભોગે ટેક્સ ક્રેડિટ દ્વારા નાણા એકત્ર કર્યાં. સૌથી વધારે કોલ સેન્ટરની નોકરીઓ વિદેશમાં જાય છે. ઘણી કંપનીઓએ ઓહિયો સહિત સમગ્ર દેશમાં પોતાના કોલ સેન્ટરો બંધ કરીને ભારત અથવા મેકિસકો જતી રહી છે.