સંસ્થાકીય સમર્થન પ્રાપ્ત હોય તેમ ભારતમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ, દલિતો અને અન્ય લઘુમતીઓ સામે કટ્ટરવાદી સંગઠનો દ્વારા હિંસામાં વધારો થતાં દક્ષિણ એશિયા ક્લેક્ટિવના રિપોર્ટમાં ભાજપ સરકારની નિંદા કરાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દક્ષિણ એશિયાના દેશોમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પોતાનો વાર્ષિક અહેવાલ બહાર પાડતાં સાઉથ એશિયા ક્લેક્ટિવે જણાવ્યું હતું કે, ભારત લઘુમતી મુસ્લિમો માટે ખતરનાક અને હિંસક સ્થળ બની ચૂકયું છે. અહેવાલમાં જણાવાયું હતું કે, ગત વર્ષે ભારતની ભાજપ નેતૃત્વવાળી સરકારે નાગરિકતા સુઘારા કાયદો પસાર કર્યો છે ત્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા આ કાયદામાં મુસ્લિમોને નાગરિકત્વ આપવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ૩૪૯ પાનાના આ અહેવાલમાં નાગરિકોની મળતી સ્વતંત્ર અને સમાજમાં સ્થાન જેવા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ધાર્મિક લઘુમતી અને દક્ષિણ એશિયાના દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં લઘુમતીઓની સ્થિતિ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને ‘દક્ષિણ એશિયા સ્ટેટ ઓફ માઈનોરિટિઝ રિપોર્ટ ૨૦૨૦’ નામ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ભારત અંગે નિંદાત્મક ટિપ્પણી કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે, વિશ્વમાં નાગરિક સ્થળની જોખમ હેઠળ છે પણ આ મામલે ભારતની સ્થિતિ કંઈ અલગ જ છે અને વધુ પડતી અજોડ છે. જે એક ભયજનક પીછેહઠ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં લઘુમતીઓ માટે સ્થિતિ ખરાબ થવાના ઘટનાક્રમમાં ગતિ આવી છે.
રિપોર્ટમાં જણાવાયું હતું કે, ગત વર્ષે ડિસેમ્બરમાં ભારત સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં સુઘારો કરવામાં આવ્યો હતો. જો કે આ સુઘારા વડે ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહેલા લોકો માટે ઉલ્ટાનો માર્ગ મોકળો થયો છે. નોંધપાત્ર એ છે કે, આ મુસ્લિમોને આ કાયદાના લાભમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કાયદો લાગુ કરી મોદી સરકારે પરોક્ષ રીતે નેશનલ રજિસ્ટર ઓફ ઈન્ડિયન સિટિઝન્સ (દ્ગઇઝ્ર) પણ લાગુ કરવાનો ઈરાદો જાહેર કરી દીધો છે. આ ગતિવિધિ દ્વારા ઘણાં મુસ્લિમો દેશવિહોણા થઈ જશે તેવી ભીતિ છે.
આ અહેવાલમાં એ વાત પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો કે, ૨૦૧૪માં જ્યારથી ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી ધાર્મિક લઘુમતીઓ પર અને નિર્બળ સંગઠનો પર ખુલ્લેઆમ રીતે નવા પ્રકારના હુમલા થઈ રહ્યા છે. જેની નાગરિક સમાજ પર ગંભીર અસર પડી છે. ભારતમાં શરૂ થયેલા નવા પ્રકારના રાષ્ટ્રવાદને કારણે મુસ્લિમોની સામાજીક સ્થિતિ, મુસ્લિમ સમુદાયો સાથે સંકાળાયેલા સંગઠનો અને સામાજીક કાર્યકરો પર વિપરીત અસર પડી છે. લઘુુમતીઓ સામેના હેટ ક્રાઈમમાં વઘારો થયો છે. મુસ્લિમો, ખ્રિસ્તિઓ અને દલિતો પર ટોળા દ્વારા હુમલા અને કટ્ટરવાદીઓ સંગઠનો દ્વારા થતા હુમલાના પ્રમાણમાં વઘારો થયો છે. ધર્મ વિશેષ સામે ભેદભાવ કરતા કાયદાઓનો ભાજપ સરકાર દ્વારા વિસ્તાર કરવામાં આવ્યો છે અથવા તેને વઘુ મજબૂત બનાવવામાં આવ્યા છે. આવા કાયદાઓમાં ધાર્મિક લઘુમતીઓ સામે કાયદાકીય કાર્યવાહીની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેનું તાજું ઉદાહરણ ધર્મપરિવર્તન કાયદો છે. માનવ અધિકાર સંગઠનોના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં કટ્ટર હિન્દુત્વ વિચારધારા ધરાવતાં સંગઠનોને મુસ્લિમો, ખ્રિસ્તીઓ, અને અન્ય લઘુમતીઓની કનડગત કરવાનો અને તેમની સામે હિંસા આચરવાનો જાણે પરવાનો મળી ગયો છે. માનવ અધિકાર સંગઠનોના જણાવ્યા મુજબ, મુસ્લિમો અને દલિતોને નજર સમક્ષ રાખી આ પ્રકારના અભિયાન હેઠળ જ જાણે સંસ્થાકીય સમર્થન પ્રાપ્ત હોય તેમ ગૌરક્ષા માટે ૬૦ જેટલા કાયદા બનાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે, મે ૨૦૧૯માં ભાજપે ફરી પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ આ પ્રકારના અભિયાનમાં તેજી આવી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝ્રછછ સામેના કાયદા સામે થઈ રહેલા દેખાવોને દબાવવા માટે ઉત્તરપ્રદેશમાં એક જ દિવસમાં ૨૨ દેખાવકારોને ગોળીઓ મારવામાં આવી હતી. દેશભરમાં પણ આ પ્રકારનું જ વલણ અપનાવવામાં આવ્યું હતું. દિલ્હી વિધાનસભાની ફ્રેબ્રુઆરી ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ઝ્રછછ વિરોધી પ્રદર્શનોને મુદ્દો બનાવી મતોનું કોમી ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના મોટાભાગના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમ્યાન ઝ્રછછ સામેના વિરોેધીઓને ત્રાસવાદીઓ, દેશ વિરોધી, ધૂસણખોરો, કહી સંબોધ્યા હતા. એટલું જ નહીં કોરોના મહામારી દરમ્યાન પણ ભારત સરકારે પધ્ધિતસર રીતે મુસ્લિમોને નિશાન બનાવી ડિઝાસ્ટર કાયદા હેઠળ તેમની ધરપકડ કરી હોવાનુ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
(સૌઃ મુસ્લિમ મિરર)