નેપિયર,તા.૧૭
ભારત વિરુધ્ધ રમાનારી પાંચ વન ડે શ્રેણીની પ્રથમ ત્રણ વન ડે મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ૧૪ સભ્યોની ટીમમાં સ્પિનર મિચેલ સેન્ટનર સહિત ટોમ લાથમ અને કોલિન ડી ગ્રેન્ડહામની ટીમમાં વાપસી થઇ છે. જ્યારે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર જીમી નીશમ ઇજાગ્રસ્ત હોય ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેની સાથે-સાથે ટોડ એસ્ટલને પણ ઇજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું નથી.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વન ડે શ્રેણીની પ્રથમ મેચ ૨૩ જાન્યુઆરીના રોજ નેપિયર ખાતે રમાશે. ટીમ : કેન વિલિયમ્સન (સુકાની), ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલિન ડી ગ્રેન્ડહોમ, લોકી ફર્ગ્યૂસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલ્સ, મિચેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, રોસ ટેલર