(એજન્સી) કાઠમંડુ, તા.૩
નેપાળી ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ જણાવ્યું કે ભારત સાથે જોડાયેલી સરહદ પર નજર રાખવા માટે નેપાળ ડ્રોનનો ઉપયોગ કરશે. ગૃહમંત્રાલય માટે ૮ર પોઈન્ટ કાર્યક્રમની જાહેરાત કરતાં થાપાએ મીડિયાને જણાવ્યું કે, ગૃહમંત્રાલય ડ્રોનના ઉપયોગ માટે નવા દિશા-નિર્દેશ લાવી રહ્યું છે અને નેપાળ-ભારત સરહદ પર પેટ્રોલિંગ માટે ડ્રોનનો ઉપયોગ કરવો જરૂરી છે.
થાપાએ કહ્યું કે, ભારતની સરહદ પર દરેક કિ.મી. પર સુરક્ષા ચોકી છે, જ્યારે નેપાળની સરહદ પર ર ચોકીઓની વચ્ચે રપ કિ.મી. જેટલું અંતર છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમારી પાસે પૂરતા માનવ સંસાધન નથી. તેથી અમે ડ્રોનનો ઉપયોગ કરીશું. ઉલ્લેખનીય છે કે, ભારત અને નેપાળની વચ્ચે ૧૭,૦૦૦ કિ.મી. જેટલી ખુલ્લી સરહદ છે.