(એજન્સી) બેઇજિંગ, તા. ૨૭
ચીને બુધવારે જણાવ્યું હતું કે, ભારત સાથેની સરહદની સ્થિતિ સંપૂર્ણ રીતે સ્થિર અને નિયંત્રણમાં છે અને બંને દેશો પાસે યોગ્ય તંત્ર અને વિચાર વિમર્શ સાથે મુદ્દાનો ઉકેલ લાવવા યોગ્ય માધ્યમ છે. ચીનથી ફેલાયેલા કોરોના વાયરસનાં કારણે આખી દુનિયા મુશ્કેલીમાં છે, પરંતુ ડ્રેગન પોતાના કાળાકામો પર પડદો પાડવા માટે અલગ જ ગેમ રમી રહ્યું છે. ભારતથી અડીને આવેલી સરહદ પર બંને દેશોનાં સૈનિકો વચ્ચે થયેલી મારામારી બાદ ચીને ના ફક્ત પોતાના સૈનિકોની સંખ્યા સરહદ પાસે તૈનાત કરી દીધી છે, પરંતુ હવે શાંતિદૂત બનીને તણાવને સ્થિર ગણાવી રહ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતની સાથે સરહદ પર સ્થિતિ સંપૂર્ણ રીતે સ્થિર અને નિયંત્રણ યોગ્ય છે. બંને દેશો પાસે વાતચીત અને વિચાર-વિમર્શ કરીને મુદ્દાનો હલ કરવા માટે યોગ્ય તંત્ર અને સંચાર માધ્યમ પણ ઉપલબ્ધ છે.
વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે, સીમાથી જોડાયેલા મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. અમે બંને નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સહમતિ અને બંને દેશોની વચ્ચે થયેલા કરારનું સખ્ત પાલન કરતા રહીએ છીએ. ઉલ્લેખનીય છે કે ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨ અનૌપચારિક બેઠકો બાદ તેમના એ નિર્દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં તેમણે બંને દેશની સેનાઓને પરસ્પર વિશ્વાસ પેદા કરવા તરફ પગલા ઉઠાવવા કહ્યું હતુ. વર્તમાન તણાવ ત્યારે શરૂ થયો જ્યારે ભારતીય સીમામાં ચાલી રહેલા નિર્માણકાર્ય પર ચીને વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણની પૃષ્ઠભૂમિમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયાને કહ્યું કે, સરહદ પર સંબંધિત મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. અમે બંને નેતાઓ વચ્ચે સર્જાયેલી સહમતી અને બંને દેશો વચ્ચે થયેલા કરારનું આકરી રીતે પાલન કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદીની બે બિનસત્તાવાર બેઠકો બાદ તેમના નિર્દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં તેમણે બંને દેશોની સેનાઓને પરસ્પર વિશ્વાસ પેદા કરવા અને પગલાં લેવા જણાવ્યું હતું.