ભરૂચતા, તા.૨૪
ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના મહામારી એ સર્વત્ર આતંક ફેલાવ્યો છે ત્યારે બીજી તરફ નેશનલ હાઈવે ઉપર ૨૦ કિલોમીટર લાંબી કતારો જામતાં ઉપરાંત ભારે વરસાદના કારણે જિલ્લાના માર્ગો ઠેર ઠેર ખખડી જતા ઉબડખાબડ રસ્તાઓના કારણે લોકો અસહ્ય યાતનાઓ વેઠી રહ્યા છે અધૂરામાં પૂરૂં જિલ્લા પોલીસ તંત્ર અને કોરોના મહામારી વચ્ચે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સુરાતન ઉપડતા શ્રમજીવી વાહનચાલકોને હેલ્મેટ સીટ બેલ્ટ તેમજ માસ્કના નામે દંડ પેટે મોટી રકમ વસુલાતા પ્રજા હેબતાઇ જવા પામી છે. ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર જૂના અને નવા સરદાર બ્રિજ પર વાહન વ્યવહાર શક્ય હોય નવા સરદાર બ્રિજ ઉપર મસમોટા ખાડા પડેલા હોય છેલ્લા ત્રણ દિવસથી ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાવા પામી છે ૨૦ કિલોમીટર લાંબી કતારો જામતાં વાહનચાલકો ભારે વિમાસણમાં મૂકાઇ જવા પામ્યા છે કોરોના મહામારીના કપરા સમયમાં સારવાર અર્થે મુસાફરી કરનારા પરિવારો પણ ભારે મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. નેશનલ હાઈવે પર ચક્કાજામના પગલે ભરૂચ શહેરના પણ શીતલ સર્કલ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર ચક્કાજામની સ્થિતિની અસર જોવા મળી હતી તો બીજી તરફ ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ માર્ગોનું વ્યાપક ધોવાણ થતાં ફેર માર્ગો ઉપર મસમોટા ભુવા પડી જતા ઉબડખાબડ રસ્તાના કારણે લોકો ભારે યાતનાઓ ભોગવી રહ્યા છે. આ તમામ પરોજણ વચ્ચે જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્રને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સુરાતન ચઢતા છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં ઠેર ઠેર હેલ્મેટ સીટ બેલ્ટ પીયુસી તથા માસ્કના નામે તંત્ર દ્વારા સામાન્ય શ્રમજીવી વાહનચાલકો પાસેથી મસમોટા દંડ વસુલવાની કામગીરી હાથ ધરતા લોકો હેબતાઇ જવા પામ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થવા પામી છે. સંખ્યાબંધ લોકોના રોજગાર ઉપર તેની વ્યાપક અસર વર્તાઈ રહી છે ત્યારે આવા સમયે રોજી-રોટી રળવા નીકળતા સમજી વાહનચાલકો પર કાયદાનો કોરડો ઝીંકાતા આ પરિસ્થિતિમાં પ્રજા જાયે તો જાયે કહાં જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.