(એજન્સી) તા.૧૧
દેશના અનેક ભાગોમાં રિટેલ અને જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે કેમ કે, ચોમાસાના ભારે વરસાદે અમુક રાજ્યોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, બીજા રાજ્યોમાં સ્ટોર કરીને રાખવામાં આવેલી વસ્તુઓની ક્વોલિટી પણ બગડી રહી છે.
વેપારીઓ કહે છે કે, બે દક્ષિણ રાજ્યો આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં શરૂ થયેલ ખરીફનો પાક ડુંગળી જે જુલાઈ સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં સપ્લાય કરવામાં આવે છે સતત વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તેની ખરાબ હાલત થઈ ચૂકી છે.
એક જાણીતા મીડિયાએ જે વેપારીઓ સાથે વાતચીત કરી હતી તેઓએ કહ્યું કે, ડુંગળીના બીજા મુખ્ય ઉત્પાદક રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જ્યાં વર્ષની શરૂઆતમાં રવિ પાકનો બમ્પર પેદાવાર જમા કરીને રખાયો હતો તેની પણ ક્વોલિટી વરસાદને લીધે બગડી ગઈ છે.
બજારોથી મળેલા આંકડાથી જાણ થાય છે કે, તેના પરિણામમાં ગત બે અઠવાડિયામાં દેશના ઘણા બજારો અને મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં ડુંગળીના ભાવ બમણાંથી વધુ થઈ ગયા છે. મુંબઈ અને કોલકાતામાં રિટેલ ભાવ ૫૦ રૂપિયા કિલો અને દિલ્હીમાં ૬૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. અમુક સમય પહેલાં અહીં આ ભાવ ૨૦ રૂપિયા કિલો હતો. આ જ રીતે દેશની સૌથી મોટી જથ્થાબંધ મંડી નાસિકના લાસલ ગાંવમાં પણ જથ્થાબંધ કિંમતો ૨૮ ઓગસ્ટના ૧૨ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૮ સપ્ટેમ્બરે ૨૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે.
દિલ્હીમાં પણ આઝાદપુર મંડી જે રાજધાની અને પાડોશી રાજ્યોને સપ્લાય કરનારી એશિયાની સૌથી મોટી શાકભાજી અને ફળનું માર્કેટ છે ત્યાં પણ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે, સપ્લાય તો ઘટીને અડધી થઈ ચૂકી છે. ૯ સપ્ટેમ્બરે આઝાદપુરમાં જથ્થાબંધ ભાવ ૨૩ રૂપિયા કિલો હતો અને કુલ સપ્લાય ૬૨૮ ટન હતું. જો કે, ૨૭ ઓગસ્ટે આ ભાવ ૮ રૂપિયા પ્રતિ કિલો હતો અને માર્કેટમાં કુલ સપ્લાય ૧૦૬૯ ટન હતું.