જામનગર, તા.૧૮
ભાણવડ રેલવે સ્ટેશનમાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ નગરપાલિકાની તથા નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને વિવિધ રેલવે સેવાઓનું ખાતમુહૂર્ત વિગેરે કાર્યક્રમો ભાણવડમાં સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયા હતા.
દ્વારકા જિલ્લાના ભાણવડ રેલવે સ્ટેશન પર યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું અને વિવિધ સ્ટેશનો પર કરવામાં આવનાર કાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તે પછી ભાણવડ નગરપાલિકાને આવેલ નવી એમ્બ્યુલન્સનું રીબીન કાપી લોકાર્પણ કર્યુ.આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે અધિકારી નિવાસત, માશુક અહમદ ભાણવડ નગરપાલિકા પ્રમુખ જોશનાબેન સાગઠીયા, ભાણવડ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા, ભાજપ આગેવાન હિતેશભાઈ પીંડારિયા, મશરીભાઈ નંદાણિયા, પાલાભાઈ કરમુર, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પરબતભાઈ ભાદરકા, આજુબાજુના ગ્રામજનો/શહેરીજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.