ભાવનગર, તા.રપ
ભાવનગર જિલ્લામાં આ અગાઉ સૌ પ્રથમ ઉમરાળા તાલુકામાં કોંગો ફિવરનો એક કેસ નોંધાયેલ ત્યારબાદ વલ્લભીપુર પંથકમાં પણ એક કેસ નોંધાયો હતો. જ્યારે ગઈકાલે ભાવનગર શહેરના કરચલિયા પરાની એક મહિલાનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્યતંત્રમાં ખળભળાટ મચ્યો છે. મહિલાને કોંગો ફિવરના લક્ષણો સાથે ગત તા.ર૦મીએ શહેરના સરકારી સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ અને તેના લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલી અપાયા હતા. જેમાં ગઈકાલે આ મહિલા દર્દીનો રિપોર્ટ આવતા જેમાં તેણીને કોંગો ફિવર પોઝિટીવ હોવાનું જણાયું હતું, તેમ ભાવનગર મ્યુનિ. આરોગ્ય અધિકારી ડૉ.રમેશ સિંહાએ જણાવ્યું હતું.