ભાવનગર,તા.૧૧
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગાણા ગામે બે જુથો વચ્ચે મારામારી સર્જાતા ચારથી વધુને ઈજા પહોંચી હતી. જ્યારે બન્ને પક્ષોએ સામાસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ભાર્ગવીબેન મનસુખભાઈ બારૈયાએ આજ ગામમાં રહેતા હરપાલ બદઈરાદે પીછો કરી છેડતી કરતો હોય જેની જાણ તેના ભાઈ મેહુલને કરતાં મેહુલે હરપાલભાઈને ઠપકો આપવા જતા ઉપરોક્ત તમામ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મેહુલ અને તેના મિત્રો પર છરી વડે હુમલો કર્યો હતો. ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સામાપક્ષે ઘનશ્યામભાઈ બચુભાઈ ચૌહાણે ભવદીપ મનસુખ બારૈયા, પિયુષ જાળેલા, મેહુલ પ્રેમજી જાળેલા, (રહે.તમામ ચુડી, તા.તળાજા) તેમજ એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ભત્રીજા હરપાલને ઈલેક્ટ્રીકની દુકાન સામે આવેલી મોબાઈલની દુકાનમાં ઉક્ત શખ્સોએ આરોપીને બેનને પારસભાઈ સાથે મીત્રતા હોય જે અંગે ઠપકો આપવા જતા ઉક્ત શખ્સોએ ઉશ્કેરાઈ જઈ હુમલો કરી ફરિયાદી ઘનશ્યામભાઈના માતા-પિતા તેમજ મુકેશભાઈ, ભુપતભાઈ તેમજ ફરિયાદીને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પ્રશ્નની ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.