ભાવનગર, તા.૩
ભાવનગરના નવાપરા ચોકમાં કેસરબાઈ મસ્જિદની પાસે સતત ગટર ઉભરાતી હોવાથી જેનું પાણી રસ્તા ઉપર દૂર સુધી પહોંચી જાય છે અને આ ઊભરાતી ગટરમાં દૂર્ગંધને લીધે આસપાસના વેપારીઓ તથા રહીશોને અને બાજુમાં મસ્જિદ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થળ પણ માહિતી લેતા આજુબાજુના વેપારીઓ તથા રહીશો દ્વારા જાણવા મળેલ કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આ સમસ્યા છેલ્લા ૪૦ દિવસથી જેવી છે, એ જ પરિસ્થિતિમાં છે, એની રજૂઆત મેયરને કરવામાં પણ આવી છે પણ આનો કોઈ નિકાલ લાવી શક્યું નથી અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. લોકો હવે રાહ જોઈ રહ્યા છે અને લોકોમાં મહાનગરપાલિકા તથા નેતાઓ વિરૂદ્ધમાં ખાસ્સો રોષ જોવા મળી રહ્યો છે અને આ સમસ્યાનો નિરાકરણ ક્યારે થશે લોકો રાહ જોઈ રહ્યા છે.