ભાવનગર, તા.૧૯
ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તી આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે શર યુક્ત પાણી જેવી સમસ્યાઓનાં સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમ જ મહિ પરીએજ યોજના આધારિત અંદાજે ૩૭૬. ૧૯કરોડના કામનું આજે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના બુધેલ ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાણી પુરવઠાની વિગત જોઈએ તો આ યોજનાના પાણી તરીકે નર્મદા આધારિત સૌરાષ્ટ્ર આખા શહેર ખાતેના ઢાંકી પંપીગ સ્ટેશન, મહી પરીએજ તળાવ અને વલભીપુર બ્રાન્ચ કેનાલ લેવામાં આવેલ છે. જીડબ્લ્યુઆઈએલ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી પાણીની જરૂરિયાતનું ડિમાન્ડ ગેપ વિશ્લેષણ કરી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ એમ ત્રણ જિલ્લાઓની ઘટતી દૈનિક ૧૮ કરોડ લિટર પીવાના પાણીની માંગને પૂરી કરવા માટે ૩૭૬.૧૯ કરોડની ભાવનગર જિલ્લાના બુધેલથી બોરડા સુધી ૫૮ કિલોમીટર એમ.એસ પાઇપ લાઇન હયાત પાઇપલાઇન સમાંતર નાખવાનું નક્કી કરેલ છે આ યોજના આગામી ૨૦ માસના આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે. જેથી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોના કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોને ભવિષ્યની ફુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.
Recent Comments