ભાવનગર, તા.૧૧
બે દિવસ પૂર્વે ભાવનગર શહેરના બોરતળાવના પાણીમાં એક યુવાન ડૂબી ગયો હોવાની જાણ થતાં ભાવનગર ફાયરબ્રિગેડના સ્ટાફે અને સ્થાનિક તરવૈયાઓની ટીમે સતત બે દિવસ સઘન તપાસ અને શોધખોળ હાથ ધરી હતી. જ્યારે ગત મોડીરાત્રે મૃતક ગૌરાંગ પરેશભાઈ ત્રિવેદી (ઉ.વ.રર, રહે.હરખાદાદાની વાડી બોરતળાવ ભાવનગર) નામના યુવાનનો પાણીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. ઉક્ત યુવાન નિત્યક્રમ પ્રમાણે બોરતળાવમાં માછલીઓને ખોરાક આપવા જતા અકસ્માતે પાણીમાં પડી જવાથી ડૂબી જવાના કારણે મોતને ભેટ્યો હતો. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.