ભાવનગર, તા.પ
ભાવનગર શહેરના બોરતળાવ ખાતે પાણીમાંથી એક વિદ્યાર્થીની તરતી લાશ મળી આવતા ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. શહેરના બોરતળાવ ખાતે પાણીમાં કિશોરની લાશ તરતી હોવાની પોલીસને જાણ થતા તુરંત બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની ટીમ પણ પહોંચી જઈ કિશોરની લાશને બહાર કાઢતા લાશ રાણીકા ખાતે રહેતા પ્રતિક પ્રવિણ ચુડાસમા નામના વિદ્યાર્થીની હોવાનું ખુલતા પોલીસે જરૂરી કાગળો તૈયાર કરી તેના પરિવારને જાણ કરી લાશને પીએમ અર્થે સરટી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરેલ.