ભાવનગર, તા.૨૭
ભાવનગર શહેરના ઘોઘા રોડ બાલયોગીનગર પ્લોટ નં. ૧૨માં રહેતા અને જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ (ઉ. વ. ૩૯) નામના યુવાનનો ગતમોડી રાત્રે મકાનમાં બીજા માળે રૂમમાંથી ગળા ફાસો ખાધેલી હાલતે મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે ગળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આજે વહેલી સવારે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીયો હતો. મૃતક જીતેન્દ્રસિંહના પરિવારજનો દ્વારા જીતેન્દ્રસિંહની લૂટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. અને કબાટમાં રાખેલ દાગીના અને રોકડ રકમ સહિત અંદાજે દોઢ લાખનો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. આ બનાવ હત્યાનો છે. કે આત્મહત્યા છે તેનું સાચુ કારણ તબીબી રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેમ સીટી ડીવાયએસપી મનીષ ઠાકરે જણાવ્યું હતું.