ભાવનગર, તા.૧૪
ભાવનગર જિલ્લાના મહુવાના ભાદ્રોડ ઝાપા વિસ્તાર, ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી ત્રણ પુત્રી અને બે પુત્રો સહિતના પરિવારનું ગુજરાતન ચલાવતા હનીફભાઈ ઉર્ફે હનુભાઈ હસનભાઈ કાળવાતર (ઉ.વ.૪૦) નામના યુવાને આજ વિસ્તારમાં રહેતા મુસેબ કાદરભાઈ આગવાનએ છોકરાવને વાહન ચલાવવા અંગે ગત તા.ર/રના રોજ ઠપકો આપવા જતા મુસેબે ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી સિમેન્ટના બ્લોક વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી નાસી છૂટ્યો હતો જ્યારે હનીફભાઈને ગંભીર હાલતે મહુવા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન હનીફભાઈનું આજરોજ મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પીએસઆઈ આર.એમ. નકવીએ ગુનો નોંધી મુસેબ આગવાનની ધરપકડ કરી હતી.