ભાવનગર,તા.૨
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ભાવનગર શહેરના સહકારીહાટ પાસે આવેલ ઈન્ડિયન ગેસ એજન્સીમાં બાટલાની ડિલિવરી મેન તરીકે નોકરી કરતા શ્રમિક યુવાન ભરતભાઈ હીરાભાઈ રજપુત નામનો શ્રમિક યુવાન છેલ્લા ૧પ વર્ષથી ગેસ એજન્સીમાં કામ કરતો હતો. ગુજરનારના મોટા ભાઈ બળવંતભાઈ ઉર્ફે ગલાભાઈ હીરાભાઈ બારડે ફરિયાદીના એક વર્ષ પહેલાં તેમના કાકા બળવંતભાઈ ઉર્ફે ગલાભાઈના દીકરા જગદીશભાઈએ લાલા અમરા ભરવાડ પાસેથી હુસેનભાઈના દીકરા લાલાએ વ્યાજે પૈસા અપાવેલા જે પૈસા લાલાએ પરત નહીં આપતા લાલા અમરા તથા ફિરોજે એક વર્ષ પૂર્વે બળવંતભાઈ તથા તેના પુત્ર જગદીશને માર માર્યો હતો. જેની દાઝ રાખી બળવંતભાઈના ચાર દીકરા જગદીશ, ગોપાલ, દિપક, અને કમલેશે બનાવના ૧૧ માસ પૂર્વે ફિરોજખાનની હત્યા કરી નાખી હતી.
આ હત્યાની અદાવત રાખી લાલા અમરા ભરવાડ અને ફિરોજખાન ખાસ મિત્રો હોય અને તેના મિત્ર ફિરોજની હત્યા થઈ હોવાથી તેની દાઝ રાખી લાલા અમરા ભરવાડ અને તેના સાથીદારોએ ગત તા.૧૯-ર-ર૦૧રના રોજ એકસંપ કરી ભરત હીરાભાઈ બારડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને છરીના ૧૦ જેટલા આડેધડ ઘા ઝીંકી દેતા ભરતભાઈ બારડનું મોત નીપજયું હતું. આ અંગેનો કેસ જે તે સમયે ભાવનગરની અદાલતમાં ચાલી જતાં મુખ્ય આરોપી લાલા અમરા ભરવાડ અને તેના ભાણેજ સામે હત્યાનો ગુનો સાબિત માની અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકયા હતા જયારે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી તુષારગીરી ઉર્ફે માયો મહેશગીરી ગૌસ્વામી નામનો આરોપી બનાવ તારીખથી નાસતો ફરતો હતો. આ આરોપી ૧૦-પ-ર૦૧૭ના રોજ ઝડપાઈ જતાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા અને તેની સામેનો કેસ ચાલી જતા ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયાની અદાલતમાં કેસ ચાલી જતા સજા ફટકારવામાં આવી છે.