ભાવનગર,તા.૧૦
ભાવનગરમાં ૭૦ જેટલા વ્યકિતઓનાં કોરોનાં વાયરસ માટેનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૬૬ વ્યકિતઓનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે ૪ વ્યકિઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગરમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યા રર પર પહોંચી છે.ભાવનગર શહેરમાં સાંઢીયાવાડ અને રૂવાપરી રોડ વિસ્તારને હોટ સ્પોર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથો સાથ આ બંન્ને એરીયાને પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરી સંપુર્ણ પણે સીલ કરી દેવામાં આવ્યા છે. આ બંન્ને એરીયામાં રોજે-રોજ આરોગ્ય તંત્ર પોલીસની મદદ વડે સ્ક્રીનીંગ અને સેમ્પલીંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ હોટ સ્પોર્ટ એરીયામાં મૃતક વૃધ્ધનાં સંપર્કમાં આવેલાના સેમ્પલ પણ લેવાની કામગીરીમાં તેનું આવી ગઈ છે. જ્યારે સાંઢીયાવાડ વિસ્તારમાંથી કુલ ૭૦ કોરોનાં વાયરસ માટેનાં સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૬૬ વ્યકિતઓનાં રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં ૪ વ્યકિતઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ રિપોર્ટ જેમનાં આવ્યા છે. તે તમામ વ્યકિતઓ સાંઢીયાવાડ વિસ્તારનાં છે. જેમાં ફારૂક ગનીભાઈ તેલીયા (ઉ.વ.પ૦), ઈકબાલભાઈ યુનુસભાઈ ગોટી (ઉ.વ.૪૧), મહંમદયાસર હુસેનમિયા કાદરી (ઉ.વ.ર૬) તથા વહિદાબેન ઈબ્રાહીમભાઈ ધોકળીયા (ઉ.વ.પપ)નો સમાવેશ થાય છે.ભાવનગર શહેરમાં ૪ પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા રર પર પહોંચી છે. જ્યારે કોરોના વાયરસને કારણે ૭૦ વર્ષનાં વૃધ્ધ સહિત જેસરની મહિલાનાં મોત થયા છે અને સાંઢીયાવાડનાં ચાર કોરોનાં પોઝિટિવ દર્દીના પરિવારોને કોરોન્ટાઈન કરાયા છે.