ભાવનગર, તા.ર૮
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહેતા રસીકભાઈ તળશીભાઈ ગઢીયા (ઉ.વ.પપ) નામના ખેડૂત આધેડ શનિવારે પોતાની વાડીએથી અન્ય વાડી તરફ જઈ રહ્યા હતા. તે વેળાએ અકસ્માતે આ વિસ્તારમાંથી પસાર થતી કાળુભાર નદીમાં પડી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઉમરાળા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનીક લોકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ભાગનગર શહેરના નિર્મળનગર શેરી નં.૩માં રહેતા એઝાઝભાઈ મહેબુબભાઈ કુરેશી (ઉ.વ.રર) નામના યુવાનને ચીત્રા જી.આઈ.ડી.સી.માં આવેલ અમૃત બેકરીમાં પોતાના શેઠ અનિલભાઈ સિંધી સાથે નાણાકીય લેતી દેતી બાબતે લડાઈ ઝઘડો થતા એઝાઝે પોતાના ઘરે જઈ ફીનાઈલ પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.