ભાવનગર,તા.ર૬
શહેરના કુંભારવાડા વિસ્તારના માઢિયા રોડ પર રહેતા અશોકભાઈ હિપાભાઈ જાદવ (ઉ.વ.આ.રપ)ના ગત મંગળવારે બપોરે પોતાના ત્રણ મિત્રો સાથે કુંભારવાડા, ખારની ખાડીમાં ન્હાવા પડયા બાદ ઉંડા પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકો દ્વારા યુવાનને શોધવા હાથ ધરેલી કામગીરી બાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ દ્વારા રાત્રી સુધી અશોકભાઈની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. જયારે ગઈકાલે પણ દિવસ દરમ્યાન કરચલિયા પરાના તરવૈયાઓએ અશોકભાઈને શોધવા કામગીરી હાથ ધરી હતી. મોડી સાંજ સુધી પત્તો લાગ્યો ન હતો. લાકડિયા પુલ નજીકથી મળી આવતા જીએમબીની ટીમ દ્વારા હાથ ધરાયેલી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમ્યાન પણ તમામ સ્થળ પર હાજર રહ્યા હતા અને મૃતદેહ બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. આ અંગે પોલીસને જાણ કરતા ડી-ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.