ભાવનગર,તા.૩
ભાવનગરની શિક્ષિકાને તેના શિક્ષણાધિકારી પતિએ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો એવી છે કે, ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શિતલબેન કિશોરભાઈ ઉ.વ.૪૦ એ તેના પતિ કિશોરભાઈ વશરામભાઈ જે પોરબંદર શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવે છે તે તથા સાસુ ચંપાબેન વશરામભાઈ, સસરા વશરામભાઈ વિરૂદ્ધ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આ શાસરિયાવાળાએ બે ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી ‘આજે તને મારી નાખવાની છે’ તેમ કહી ગાળો આપી ઈજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ મહિલા ઈન્વેસ્ટીગેશન ભાવ. યુનિટના પી.આઈ. સલમા સુમરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.