ભાવનગર, તા.૧૪
ભાવનગરના ભીલવાડા વિસ્તારમાં રહેતા કોરોનાના દર્દી અશરફભાઈ હારૂનભાઈ ઓનેસ્ટનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ૫૦ વર્ષિય અશરફભાઈ હારૂનભાઈ ઓનેસ્ટનો પોઝિટિવ રીપોર્ટ આવતા તા. ૨૯/૩/૨૦૨૦થી આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ હતા. તેમને ડાયાબિટીસ પણ હતું તા.૧૩થી વેન્ટિલેટર પર હતા. તેમના મોત સાથે ભાવનગરમાં કોરોનાના કારણે મૃત્યુ આંક ૩ પર પહોચ્યો છે.