ભાવનગર ના નવા પરા વિસ્તારમાં આવેલા નવા રોડ પર જાહેર રસ્તા પર કચરાના મોટા ઢગલા જોવા મળ્યા હતા સ્થાનિક લોકોએ જણાવેલ કે ઘણા દિવસોથી કચરા સાફ સફાઈ કરતા કામદારો આખા વિસ્તારોનો કચરો અહીં ભેગા કરી ચાલ્યા જાય છે ત્યાર બાદ આ કચરો આખો દિવસ આ જગ્યા પર જ પડ્યો રહે છે અને વેરવિખેર આખા રસ્તા પર થાય છે તથા અતિ દુર્ગંધને લીધે આસપાસના વેપારીઓનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાઇ છે મહામારી ને લઈને લોકોમાં ડરનો માહોલ છે ત્યારે ઉપરથી તંત્રની બેદરકારીથી અને પ્રજા આ કચરાના ઢગલાની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગઈ છે
ભાવનગરમાં કચરાના ઢગલાથી લોકો ત્રાહિમામ

Recent Comments