ભાવનગર, તા.૮
તાજેતરમાં દિલ્હીની જેએનયુ યુનિ.ના વિદ્યાર્થીઓ ઉપર કેટલાક અસામાજિક અને ગુંડા તત્ત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે અને વિરોધમાં દેખાવો પણ યોજાય છે.
જેના ભાગરૂપે આજરોજ સાંજે ૪થી પ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સહિતના કોંગ્રેસના વિવિધ સંગઠનો દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ.ના અને જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ બનાવમાં સંડોવાયેલા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે તેવી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.