(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૬
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કેર છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કોરોનાએ પગપેસારો કર્યા બાદ રોદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો વધીને ૧૨ ઉપર પહોંચ્યોે છે પણ લોકો હજી સુધી લૉકડાઉનને ગંભીરતાથી લેતા નથી અને ઘરની બહાર લટાર મારવા નીકળી પડે છે. તો બીજી તરફ આવા તત્ત્વોને સીધા કરવા પોલીસતંત્ર કડકાઈ દાખવી રહ્યું છેે. માટે પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરમાં એસ.આર.પી. બોલાવાઈ છે ડી ડિવિઝન પોલીસ મથકના બોરતળાવ ખાતે એસ.આર.પી. આવી પહોંચી છે. તો બીજી બાજુ ડ્રોન કેમેરાની બાજનજર હેઠળ જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે.