ભાવનગર,તા.ર૦
ભાવનગર શહેરના વિજયરાજનગર શિવશકિત ફલેટમાં રહેતા અને શહેરના ચિત્રા જીઆઈડીસીમાં માંદલા બનાવવાનું કારખાનું ધરાવતા દિનેશભાઈ બચુભાઈ વાઘેલા (ઉ.વ.૪ર) નામનો દરજી યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક સકડાંમણથી ત્રાસી ગયો હતો. ગઈકાલે સાંજના સુમારે આ યુવાને પોતાના કારખાનામાં જ ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લેતા મૃતકના પરિવારમાં અને આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના ભત્રીજા અલ્પેશ અશોકભાઈ વાઘેલાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે જીએસટી લાગુ થયા બાદ ધંધો બરાબર ન ચાલતો હોવાથી અને બેન્ક લોનના હપ્તા નિયમિત નહી ભરી શકતા બેન્કનું લેણુ વધી જતા આખરે દિનેશભાઈએ ગળાફાંસો ખાદ્યો હોવાનું જણાવ્યું હતું આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.