ભાવનગર,તા.૨
ભાવનગરમાં ૨૪ કલાકની અંદર આગના ત્રણ બનાવો નોંધાયા હતા, જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ થોડું નુકસાન થવા પામ્યું હતું. પહેલો આગનો બનાવ ભાવનગર શહેરના ટ્ઠદૃ જષ્ઠર્રર્ઙ્મ ખ્તર્િેહઙ્ઘ સામે આવેલ ઋતુરાજ કોમ્પ્લેક્ષમાં પ્લોટ નંબર ૫૯૩માં ભરતભાઈના મકાનમાં બન્યો હતો. જેમાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી અને આગના કારણે ટીવી ફ્રીજ તથા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે બીજો બનાવ ભાવનગરના ભીલવાડા સર્કલ નજીક કડબ ભરેલા આઇસર ટ્રકમાં અચાનક અગમ્ય કારણોસર વિશાલ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને ટ્રકમાં રહેલી કડબ સળગી ગઈ હતી. સત્વરે ફાયરબ્રિગેડ સ્ટાફે આવીને આગને કાબૂમાં લીધી હતી જ્યારે આજનો ત્રીજો બનાવ ભાવનગરના મોતી તળાવ વિસ્તારના દૃૈ માર્કેટમાં લાગી હતી. જેમાં ડેલા નંબર ૮૯માં અચાનક વિકરાળ આગ લાગી હતી જેમાં ડેલામાં રહેલ મારૂતિ વાન તથા સ્ક્રેપનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. તેમાં પણ ફાયરબ્રિગેડના સ્ટાફે આગને કાબૂમાં લીધી હતી અને કોઈ જાનહાની થવા પામી ન હતી (તસવીર : જાહિદ મંધરા, ભાવનગર)
Recent Comments