(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૧ર
ગત ગુરૂવારે ભાવનગર શહેરના પીલગાર્ડન વિસ્તારમાં વડવામાં રહેતા ગોપાલભાઈ ધર્મેશભાઈ ડાભી નામના યુવાન સાથે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી રીપલ ધીરૂભાઈ મકવાણા, રીદ્ધેશ રાજુભાઈ ચૌહાણ, ઈકબાલ વલીમહંમદ બેલીમ અને ભૂપત ઉર્ફે મોર કાનજીભાઈ ચૌહાણ સહિતના ચાર શખ્સોએ એક સંપ કરી તલવાર, છરી સહિતના હથિયાર વડે હુમલો કરી ગોપાલભાઈની હત્યા કરી નાખી હતી.
આ બનાવ અંગે મૃતક ગોપાલભાઈના પિતા ધર્મેશભાઈ નરૂભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હાથ ધરેલી તપાસ દરમ્યાન ઉક્ત તમામ આરોપીઓને ઝડપી લઈ આજે અત્રેની અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.
ભાવનગરમાં થયેલી હત્યામાં સંડોવાયેલા ચાર ઝડપાયા

Recent Comments