ભાવનગર, તા.ર
મનકબત (નાતે પાક) તેમજ દીની સવાલો જવાબ તેમજ કિરઅત તેમજ ખીતાબત (તકરીર)ની કોન્ફરન્સ ભાવનગર પટેલ બોર્ડિંગ, અલકા સિનેમા સામે રાખવામાં આવેલ હતી. આ આયોજનમાં ખાસ ઉપસ્થિત રતનપુર ગાદીનશીન જાનુમિયાંબાપુએ હાજર રહીને બાળકોને તેમજ આલમે દિન માટે દુઆ કરેલ હતી અને આવેલ મહેમાનોમાં અતિથિ વિશેષ મામલતદાર મખ્દુમ એન.ચોટિયારા કેશોદનું સીદી જમાત ભાવનગર તરફથી સન્માન કરેલ તેમજ સીદી સમાજના ગૌરવ સમાન નાતખ્વા ફારૂકભાઈ બરકાતી, શબ્બીર બરકાતી હાજર રહેલ તેમજ આ કાર્યક્રમમાં સમસ્ત સીદી જમાત ઓલ ગુજરાત પ્રમુખ ઇબ્રાહીમ મુરીમા-જામનગર, ઉપપ્રમુખ હશમભાઇ મુસાંગરા-વેરાવળ, ઉપપ્રમુખ મુસ્તાક મુરીમા-ગોંડલ, ઉપપ્રમુખ હનીફભાઈ મજગુલ-રાજકોટ, મંત્રી અખ્તર વગિનડો-જામનગર, ખજાનચી સાદીક મુળીમા-ગોંડલ, સહખજાનચી મુખ્તાર ખિલાવડ, સંગઠન મંત્રી આમદ મુરીમા, ઓખા સંગઠન મંત્રી સલીમ મકવાએ સ્પર્ધામાં ચમકેલા તારલાઓને મોમેન્ટો આપીને સન્માન કર્યું. આ આયોજનમાં હાજર રહેલા પ્રમુખો, આયોજકો અને નાતખ્વા તેમજ ઉત્તિર્ણ થયેલા બાળકોને તમામને સામાજિક કાર્યકર્તા ઇનુસભાઈ રાયકા તરફથી મોમેન્ટો આપીને સન્માન કર્યું તેમજ ભૂજ સીદી સમાજ પ્રમુખ ઇકબાલભાઈ સીદી તરફથી પણ બાળકોને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યા તેમજ કચ્છ વાગડ સીદી જમાત પ્રમુખ હબીબ સીદી તરફથી અને મહિલા પ્રમુખ બિલ્કીશબેન મકવાણા તરફથી પણ મુબારક સંદેશો પાઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સલાહકાર ેં.દ્ભ.સ્છદ્ભફછ (ઁ.ૈં.) હાજર રહેલ હતા.