ભાવનગર, તા.૧
ભાવનગરમાં નીદા ફાતિમા ફાઉન્ડેશનના નેજા હેઠળ એક ઝિકરા મેટરનિટી હોમ ગાયનેક હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ભાવનગરના સ્ટર્લિંગ કોમ્પ્લેક્સ, નાનાવાડી, કાળાનાળા ખાતે. આજે ૧૦ઃ૦૦ કલાકે અતિથિ વિશેષની હાજરીમાં આ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આધુનિક સુવિધાથી તથા ૧૫ બેડથી સજ્જ આ ગાયનેક હોસ્પિટલમાં સ્ત્રીઓને લગતી તમામ બીમારીના ઇલાજ સ્ત્રી ડોક્ટર દ્વારા જ કરવામાં આવશે તેવી ઝિકરા મેટરનિટી હોમ ગાયનેક હોસ્પિટલમાં અનેક સુવિધા સભર જેવી કે સોનોગ્રાફી તથા કલર ડોપ્લર સેન્ટર, ગાયનેક એન્ડોસ્કોપી સેન્ટર, ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન, સ્ત્રીઓને લગતા કેન્સરનું નિદાન સારવાર તમામ સુવિધાઓથી સજ્જ ગાયનેક હોસ્પિટલ મુસ્લિમ સમાજની ભાવનગર ખાતે પ્રથમ હોસ્પિટલ છે. તે હોસ્પિટલમાં ઉદ્‌ઘાટન પ્રસંગે મૌલાના ચિશ્તી સાહેબ, મૌલાના કારી મો.હનીફ સાહબ, સૈયદ તહકિક હુસેન રીઝવી સાહેબ તથા નીદા ફાતેમા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અસલમભાઈ (રેવડી વાલા)(મુન્ના), મોહમ્મદ શફી સેયદ, રજાક પાચા, અમીન સોલંકી, અમીર ધોળીયા, રમજાન સૈયદ, અમીન પાચા, સાબીર સરવૈયા, આસીફ પાંચા, આરીફ સીદી સહિત હાજર રહ્યા હતા.