ભાવનગર, તા.૧૧
ભાવનગર શહેરમાં ભરતનગર ખાતે એસબીઆઈ બેન્કની સામે, મધુરમ ટેનામેન્ટમાં રહેતા એક યુવકે ટોપ થ્રી પાસે રહેતા કેરળના યુવકને નેશનલ ટીવીના પત્રકાર બનીને તેને બ્લેક મેઈલીંગ કરીને તેમજ તેનું સ્ટીંગ ઓપરેશન કરીને તેના વિઝ્‌યુઅલ ટીવીમાં પ્રસારિત કરવામાં આવશે તેવી ધમકી આપતા અને આ સ્ટીંગ ઓપરેશન ટીવીમાં પ્રસારિત ન થાય તે માટે કેરળના યુવકે ટીવીના બોગસ પત્રકારને પાંચ લાખની રકમ ચૂકવી દેતા અને રકમ ચૂકવી દીધા પછી કેરળના યુવકે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ-૩૮૪, ૩૮૬, ૩૮૭ અને પ૦૭ મુજબ ફરિયાદ દાખલ થતાં પોલીસે બોગસ પત્રકારને પોલીસે ઝડપી લીધો છે.
આ બનાવ અંગે જાણવા મળેલ વિગત અનુસાર શહેરના ટોપ થ્રી પાસે નટરાજ કોમ્પ્લેક્ષમાં ૩૦૪ના બ્લોકમાં રહેતા કેરલીયન સજીતગોપાલન શંંકરમને ગત તા.૧૮-૮-૧૭થી ૧પ-૩-૧૮ સુધીના સમયગળા દરમ્યાન નેશનલ ટીવીમાં કામ કરતો યુવક જેનું નામ હિરેન રાજેન્દ્ર સાગઠિયા (રે. પ્લોટ નં. રપર૭ મધુરમ ટેનામેન્ટ, એસબીઆઈ બેન્કની સામે, ભાવનગર)એ કેરળના યુવકનો સંપર્ક કરીને કહ્યું કે, તારા કાળા કરતુતો નેશનલ લેવલે ચમકશે આમ કહીને તેનું સ્ટીંગ ઓપરેશન પણ કર્યું અને આ સ્ટીંગ ઓપરેશનના દૃશ્યો ટીવીમાં નહીં બતાવવા માટે રૂા.પાંચ લાખની માગણી કરી.
અંતે કેરળના યુવકે બોગસ પત્રકારને પાંચ લાખ આપી પણ દીધા અને પૈસા ચુકવી દીધા બાદ ભરતનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી. પોલીસ ફરિયાદ થયા બાદ ઉક્ત બોગસ પત્રકારને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.