ભાવનગર,તા.૭
અમરેલીના પોસ્ટ કર્મચારીની ભાવનગરમાં માનસીક બીમારીની દવા ચાલતી હોય દવા લેવા આવ્યા હતા અને તે જ ખાનગી દવાખાનાના બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત વ્હોરી લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.
અમરેલી જિલ્લાના લીલીયા તાબેના હાથીગઢ ગામે રહેતા અને અમરેલીમાં પોસ્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા ઇકબાલભાઇ ભાયાભાઇ સોલંકી (ઉ.વ.૪૫ આશરે) કે જે માનસીક બીમાર હોય તેમની ભાવનગરમાં કાળાનાળા ખાતે આવેલ કાર્ટન કોમ્પલેક્ષમાં એક ખાનગી તબીબને ત્યા દવા ચાલતી હોય. ગઇકાલે તેઓ દવા લેવા માટે આવ્યા હતા. જો કે તેઓએ અમદાવાદના તબીબની પણ દવા લીધી હતી. પરંતુ તબીયતમાં કોઇ ફેર પડતો ન હતો.
દરમિયાન તેઓ ખાનગી તબીબના દવાખાનાના બિલ્ડિંગના ત્રીજા માળે ચડી ગયા હતા અને ત્યાંથી નીચે ઝંપલાવી આપઘાત વ્હોરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી હતી. બિલ્ડિંગના દાદર પરથી મૃતકની દવા અને અન્ય કાગળો સાથેની થેલી મળી આવી હતી. જેના આધારે તેઓની ઓળખ થઇ હતી અને પોલીસે આ અંગે તેમના સગા-સબંધીને જાણ કરી હતી.
ભાવનગરમાં માનસિક બીમાર પોસ્ટ કર્મચારીએ હોસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવ્યું

Recent Comments